
મોરબી સાયબર ક્રાઇમ પોલીસની જાહેર જનતાને અપીલ કે SBI YONO ની Apk. ફાઇલ વોટસએપમાં કે કોઇ પણ સોશીયલ મિડીયામાં આવે તો ઓપન ન કરવી નહીતર ફ્રોડનો શિકાર બનવાની ભરપુર સંભાવના?
તાજેતરમા મોરબીના પોલીસ પોઝેટીવ વોટસઅપ ગૃપમા મોબાઈલ પર SBI YONO APK. લખેલી લીંક અપલોડ થતાની સાથે જ જાગૃત પોલીસ જવાન જયેશભાઈએ ગૃપ એડમીન ને આ બાબતની જાણ કરાતા રાતોરાત ગૃપ એડમીને ગૃપ મેમ્બરોને ફાઈલ ડાઉનલોડ ન કરવાની જાણ કરી ગૃપ મેમ્બરોને રીમૂવ કરી ગૃપ બંધ કરી નાખતા ફ્રોડનો શિકાર બનતા પહેલા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ સાઈબર ફ્રોડની સાંકળ કદાચ લાંબી બની હોવાની શકયતાઓ સેવાઈ રહી છે જેથી જો કોઈના વોટસઅપ ગૃપમા SBI YONO Apk. લખેલ ફાઈલ આવે તો ડાઉનલોડ ન કરવી અને તાત્કાલીક ગૃપમા જાણ કરી ગૃપ મેમ્બરોને રિમુવ કરી ગૃપ ડીલીટ કરી નાખવુ જેથી ફ્રોડનો શિકાર બનતા લોકોને મદદરુપ થય શકો જેથી મોરબી સાઈબર ક્રાઈમે પોલીસની અપીલને ગંભીરતા પુર્વક લેવા વિનંતી કરવામા આવે છે
જો આવી SBI YONO ની APK. ફાઇલ ઓપન કરશો તો જો તમારા મોબાઇલમાં આવી Apk. ફાઇલ આવી છે તો તુરંત જ
ડીલેટ કરી નાખો તમારા પર ભરપુર ફ્રોડ થવાની સંભાવના છે અને જો તમે ઓપન કરી નાખી હોય તો સાયબર હેલ્પ લાઇન નંબર-૧૯૩૦ ઉપર તુરંત જ કોલ કરો.