માળીયા મિંયાણા તાલુકાની મામલતદાર કચેરી અન્ય સ્થળે ખસેડવાની હિલચાલથી શહેરીજનોએ રોષ સુન્ની મુસ્લીમ વકફ કમીટી અને આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યુ

રિપોર્ટ- અરબાઝ બુખારી મોરબી

માળીયા મિંયાણા તાલુકાની મામલતદાર કચેરી અન્ય સ્થળે ખસેડવાની હિલચાલથી શહેરીજનોએ રોષ સુન્ની મુસ્લીમ વકફ કમીટી અને આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યુ

છેલ્લા સાત વર્ષથી માળીયા મિંયાણા મામલતદાર કચેરીની ઓફીસ કામચલાઉ રેસ્ટ હાઉસમા ચાલુ છે બે વર્ષ પહેલા આંદોલનમા મામલતદાર કચેરીના નવનિર્માણની લૈખિત બાહેધારી આપ્યા છતા તંત્રમૌન હોવાથી શહેરીજનોમા રોષ


મોરબી જીલ્લાના માળીયા મિયાણા શહેરમા ત્રીસ હજાર શહેરીજનોનો તંત્ર સામે સવાલ છે કે છેલ્લા ૭ સાત વર્ષથી મામલતદાર ઓફીસનું કામ કામચલાઉ ધોરણે બાજુ રેસ્ટહાઉસની ઈમારતના નાનકાડા રૂમમા ચલાવી રહ્યા છે જેમાં ૫ લોકો એક સાથે ઉભા રહી શકતા નથી માળીયા મિયાણા શહેરની ત્રીસ હજારની વસ્તી છે ગત ૨૦૨૨ની સાલમા ઉગ્ર આંદોલન કર્યા બાદ મામલતદાર કચેરીની ઈમારતનું નવનિર્માણ માળીયા મિયાણા શહેરમા જ વહેલી તકે કરવાનું તંત્ર દ્વારા લેખિતમા બાહેંધરી આપી હતો પરંતુ આજ દિન સુધી અમલવારી થયેલ નથી


ત્યારે મળતી માહિતી મુજબ મામલતદાર કચેરીનું નિર્માણ માળીયા મિયાણા શહેર થી ૨૦ કીલ્લોમીટર દુર સરવડ ગામડામા માત્ર ૧૭૫૦ લોકોની વસ્તી ધરાવતા ગામડામા બનાવવાની હિલચાલ ચાલી રહી હોવાની લોકચર્ચા જાગી છે ત્યારે માળીયા મિંયાણા શહેરીજનો વિમુક્ત અને ઓ.બી.સી. છે જેમાં મોટા ભાગની પ્રજા અભણ હોય જેનો લાભ આવા લેભાગુ લઈ રહયા છે ત્યારે ગુજરાતની ૧૪૯ નગરપાલિકાઓમા મામલતદાર કચેરી જે-તે નગરપાલિકા વિસ્તારમા જ છે તો માળીયા મિયાણા શહેર નગરપાલિકા અને તેની ત્રીસ હજારની પ્રજા સાથે અન્યાય કેમ ? તેવો લોકપ્રશ્ર ઉઠયો છે

અને સાત – સાત વર્ષ વિતી ગયા હોય છતા તંત્રમૌન કેમ સેવી રહયુ છે જો મામલતદાર કચેરીની ઈમારતનું નવ નિર્માણ માળીયા મિયાણા શહેરમા કરવામાં વિલંબ કરશો તો માળીયા મિયાણા શહેરની અમો ત્રીસ હજાર વસ્તી ધરાવતી પ્રજા ન્યાય મેળવવા ગાંધી ચિંધ્યામાર્ગ પર આંદોલન છેડશે તેમજ આ બાબતની ફરિયાદ પી.જી .પોર્ટલ /રાજ્ય સ્વાગત કાર્યક્રમમા કરશું અને અંતે ન્યાય મેળવવા કાયદાકીય લડત અપનાવાશું અને જરૂર પડે હાઈવે ચક્કા જામ કરશું જેની નોંધ લેવા ચિમકી ઉચારી હતી જેથી મામલતદાર કચેરીની ઈમારત નું નવનિર્માણ વહેલી તકે માળીયા મિયાણા શહેર મા જ કરવા ત્રીસ હજારની પ્રજાને ન્યાય અપાવવા સહભાગી થવા શહેરીજનોએ જણાવ્યુ હતુ

માળીયા મિંયાણા શહેર અને તાલુકો સામાજીક શૈક્ષણીક રીતે વર્ષોથી પછાત છે અને આ તાલુકામા પછાત અભણ અને ગરીબ લોકોના વસવાટ કરી રહયા છે તેમજ માળિયા-મીયાણા શહેર આરોગ્ય શિક્ષણ સહિતની પાયાની સગવડથી વંચિત છે. તેવામાં મામલતદાર કચેરી ધણા લાંબા સમયથી પુનઃનિર્માણ કરવા માટે ગ્રાન્ટ મંજુર થયેલ છે.અને સ્થાનિક લોકો દ્વારા અનેક વખતે લૈખિત તથા મૌખિત રજુઆતો કરેલ છે છતા હજી સુધી આ ગંભીર પ્રશ્રનુ નિરાકારણ આવેલ નથી.

વધુમાં સ્થાનિક તંત્રના સુત્રો પાસેથી એવું સાંભળવામાં આવે છે.અમુક ભષ્ટ રાજકારણીઓના અંગત સ્વાર્થ માટે મામલતદાર ઓફીસ કચેરી માળીયા મિંયાણા શહેરમા નહિ પણ અન્ય ઠેકાણે ૧૫/૨૦ કિલોમીટર દુર ગ્રામ્ય વિસ્તારમાં બનાવવાની હિલચાલ કાવત્રા થઇ રહ્યા હોય તેવું જાણવા મળે છે. તેથી વહેલીતકે મામલતદાર ઓફીસનું જૂની કચેરી હતી ત્યાં અથવા તેની આજુબાજુ પુનઃનિર્માણ વહેલીતકે કરવામાં આવે નહિતર ન છુટકે શહેરીજનો ગાંધીચિંધ્યા માર્ગે ચાલી ઉગ્ર આંદોલનકારી પગલા ભરી આક્રમક રીતે ૨૦ હજાર શહેરીજનોને સાથે રાખી રસ્તા રોકો જેવા આદોલનો કરવામાં આવશે તેવી ચીમકી સાથે સુન્ની મુસ્લીમ વકફ કમીટી તથા આમ આદમી પાર્ટીએ લૈખિત આવેદનપત્ર પાઠવ્યુ હતુ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here