
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હરીપર ગામે ચકચારી હનીટ્રેપના ગુનામાં આરોપી સંજય ભીખાભાઈ ડારા (પટેલ) નો શરતી જામીન પર છુટકારો કરાવતા એડવોકેટ કાનજી ગરચર
આ ગુન્હામા હરીપર ગામના ફરીયાદીશ્રીના મોબાઇલ ફોનમાં અગાઉ એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તે સ્ત્રી દેવુબેન ઉર્ફે પુજાબેનના સંપર્કમાં આવેલા અને તે પુજા સાથે પરીચય કેળવી તા.૧૭/૦૧/૨૦૨૫ ના રોજ પુજાને કારમાં મળવા ગયેલા ત્યારે છતર ગામ નજીક એક સ્વીફટ કારમાં (૧) સંજય પટેલ (૨) હાર્દીક મકવાણા (3) રૂત્વીક રાઠોડ તેમજ બીજા મળી કુલ પાંચ ઇસમો વિરુધ્ધ ફરીયાદીશ્રીનુ અપહરણ કરી, મારમારી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપીકુલ રૂપીયા- ૫,૦૦,૦૦૦/- હનીટ્રેપ કરી પડાવી લીધેલ હોવાની ફરીયાદીશ્રીએ તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ ટંકારા પોલીસ સ્ટેશને ફરીયાદ જાહેર કરતા પોલીસે એ પાર્ટ ગુ.ર.નં. ૦૦૪૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૧૫(૧),૩૫૧(૨),૩૦૮(૭),૧૪૦(૩),૬૧ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ જે ગુનાની તપાસ દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, સદરહ્ ગુનામાં ઉપયોગ થયેલસ્વીફટ કાર નં.GJ-36-AJ-9172| આરોપીઓ ટંકારા ઓવર બ્રિજના છેડે નવા બનતા શ્રીરામ પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેથી નીકળનાર છે. જે હકિકત આધારે પોલીસ ઇન્સ્પેકટ કે.એમ.છાસીયાના સીધા માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટાફની ટીમ વોચ તપાસમાં હતી. દરમ્યાન હકિકત વાળી સ્વીફટ કાર આવતા તેને રોકી તપાસ કરતા આરોપીઓ (૧) સંજયભાઇ ભીખાભાઇ ડારા ઉ.વ. ૨૪ રહે. ખેવારીયા તા.જી.મોરબી (૨) હાર્દીકભાઇ કીશોરભાઇ મકવાણા ઉ.વ. ૨૭ રહે. નાની વાવડી તા.જી.મોરબી (૩) દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા વા/ઓ રમેશભાઇ જાદવ ઉ.વ. ૩૪ રહે. ટંકારા જી.મોરબી(૪) રમેશભાઇ કાળુભાઇ જાદવ ઉ.વ. ૪૫ રહે. ટંકારા જી.મોરબીને રોકડા રૂપીયા-૫,૦૦,૦૦૦/- અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૫ કી.રૂ. ૨૩,૦૦૦/ મારૂતી સ્વીફટ નંબર-GJ-36-AJ-9172કી.રૂ.૩,૦૦,૦૦૦/-અન્ય મુદામાલ કુલ કી.રૂ. ૮,૨૫,૫૦૦/- નો મુદામાલકબ્જે કરી આરોપીઓનેપકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ત્યારે આ ગુન્હામા કારખાનેદારને હનીટ્રેપના ગુન્હાના આરોપી સંજય ભીખાભાઈ ડારાની ધરપકડ કરવામાં આવતા આરોપીએ તેમણે વકીલ મારફત નામદાર સેશન્સ કોર્ટ મોરબીમા જમીન અરજી કરતા યુવા એડવોકેટ કાનજી એમ ગરચરની દલીલો અને રજુ થયેલ પુરાવા ને ધ્યાને લઇ આરોપી સંજયભાઈ ભીખાભાઈ ડારા (પટેલ)ને શરતી જામીન પર મુકત કરવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો હથો આ અરજી ના કામે વકીલ તરીકે કાનજી એમ ગરચર રોકાયેલ હતા.