
માળીયામિંયાણાના વવાણીયા ગામની સીમમાં શિકાર કરવા જતા બંદુકમાંથી ગોળી છુટતા એક વ્યક્તિનુ મોતથી પીલુડીયા પરીવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ
માળીયામિંયાણાના વવાણીયા ગામની સીમમાં શિકાર કરવા જતા એક વ્યક્તિને અકસ્માતે બંદૂકની ગોળી વાગવાથી મોત થતા ચકચાર મચી જવા પામી હતી અકસ્માત ગોળી છુટતા એક વ્યક્તિને વાગી જતા મોત નિપજ્યું હતું જેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો હાલ માળીયા પોલીસ અને એલસીબી ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે તો પ્રાથમિક તપાસ દરમિયાન શિકાર કરવા જતા સમયે બાઈક સ્લીપ થતા અકસ્માતે ગોળી છૂટતા યુવાનનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ છે પરંતુ પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે જાણવા મળતી વિગત મુજબ માળીયામિયાણાના વવાણીયા ગામ પાસે ગત રાત્રીના સમયે બંદૂકની ગોળી લાગતા વસીમભાઈ ગુલમામદભાઈ પીલુડિયા ઉ.વ.૩૮ નામના યુવાનનું મૃત્યુ નિપજતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી ખસેડવામાં આવ્યો હતો તો બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરવામાં આવતા તુરંત દોડી આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને અન્ય લોકો શિકાર કરવા માટે જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાથી બંદૂકમાંથી ફાયરિંગ થતા વસીમનું મૃત્યુ નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી જો કે કેટલા લોકો શિકાર કરવા માટે ગયા હતા અને કેવી રીતે અકસ્માત થયો તે અંગે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છેકે ગોળી કયા પ્રકારની બંદુક હતી કેવીરીતે ભડાકો થયો તે સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે