
માળીયામિંયાણા પોલીસે ચાંચાવદરડા ગામની સીમમાં ધમધમતા ડિઝલ ચોરીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો
માળીયા પોલીસે બે શખ્સોને દબોચી રૂ.૪૩.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
માળીયામિંયાણા જામનગર રોડ પર આવેલા ચાંચાવદરડા ગામની સીમમાં માળીયા પોલીસ ડીઝલચોરીના કટીંગ સમયે ત્રાટકતા ડિઝલચોરીનો પર્દાફાશ થયો છે ચાંચાવદરડા ગામની સીમમાં ધમધમતા ડીઝલ ચોરીના કૌભાંડમાં ટાંકામાંથી ડીઝલ ચોરીને કેરબા ભરી વેચવાનો પર્દાફાશ કરી બે શખ્સોની ધરપકડ કરી રૂ.૪૩.૭૪લાખનો મુદામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી માળીયા પોલીસે હાથ ધરી છે મોરબી જિલ્લામાં અવાર નવાર કંઈક ને કંઈક કૌભાંડનો છાસવારે પર્દાફાશ થાય છે તાજેતરમાં કોલસા કૌભાંડ ડુપ્લીકેટ ઈંગ્લિશ દારૂ સહીતના કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે ફરી ડીઝલચોરી કૌભાંડ સામે આવ્યું છે જેમાં માળીયામિંયાણાના ચાંચાવદરડા ગામની સીમમાં અમુક શખ્સો ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરી કરી બારોબાર વેચી કાળો કારોબાર કરાતો હતો જેની ગંધ માળીયામિંયાણા પોલીસને આવી જતા બાતમીના આધારે મોડી રાત્રે ડીઝલ ચોરીની જગ્યાએ દરોડો પાડી આરજે-૧૪-જીજી-૩૭૯૦ નંબરના ટેન્કરમાંથી લાઈટ ડીઝલ ઓઈલની ચોરી કરતા નવદીપભાઈ પુરણભાઈ દુકીયા ઉ.વ.ર૪ રહે.ખાવડી અને તારાચંદ હરલાલસિંગ દુકીયા ઉ.વ.૨૭ રહે.મંડુલી હોટલ ખાવડીવાળાને કુલ રૂ.૪૩.૭૪ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા જેમા સામેલ દશરથભાઈ જશાભાઇ હુંબલ રહે. મોટીબરાર તા.માળીયાને ફરાર જાહેર કરીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છેકે ચાંચાવદરડા ગામની સીમમાં બંધ ફાર્મ હાઉસની બાજુમાં આવેલ ખરાબાની જમીન ઉપર જામનગર દ્વારકા જતા ટેન્કરના ચાલક સાથે મેળ કરીને લાઈટ ડીઝલ ઓઈલ ચોરીનુ કૌભાંડ આચરી કેરબા ભરી વેચવાનો ગોરખધંધો ધમધમતો હતો જેનો પર્દાફાશ કરીને માળીયા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગૂનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે