માળીયા મિંયાણાના કાજરડા ગામના ગાયોના કેશમા આરોપીઓ અબ્બાસ મોવર અને અમીન માણેકના શરતી જામીન મંજુર કરતી નામદાર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ મોરબી

માળીયા મિંયાણાના કાજરડા ગામના ગાયોના કેશમા આરોપીઓ અબ્બાસ મોવર અને અમીન માણેકના શરતી જામીન મંજુર કરતી નામદાર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ મોરબી


માળીયા મિંયાણાના ચીખલી ગામે ગાયો ચરાવવા માટે રખેવાળ તરીકે રાખી ગાયો પરત નહિ આપી અન્ય આરોપીઓને વેચી દીધા હોવાની વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી

 

માળીયા મિંયાણાના ચીખલી ગામે રહેતા લધાણી પરીવારના પિતા- પુત્રે ચરાવવા આપેલ ગાયોને કાજરડાના આરોપીઓ અબ્બાસ મોવર અને અમીન રહીમ લધાણી સહિતના આરોપીઓને વહેચી દીધી હોવાની કબુલાત આપતા અન્ય આરોપીઓની પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જે આરોપીએ વકીલ મારફત ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરતા શરતી જામીન મંજુર થયા છે

માળિયા મિંયાણાના ચીખલી ગામે રહેતા કરીમભાઈ લધાણી અને અમીનભાઈ લધાણી બને પિતા પુત્રએ ફરિયાદી અને સાહેદો પાસેથી ગાયો ચરાવવા માટે રાખી પરત નહિ આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે કાજરડાના અબ્બાસ મોવર અને અમીન રહીમ માણેકને પોલીસે ઝડપી લીધા હતા જે આરોપીએ જામીન મેળવવા મોરબીના ધારાશાસ્ત્રીઓ આર.એ.બુખારી અને જતીન હોથી મારફત કોર્ટમાં જામીન અરજી કરી હતી કોર્ટમાં આરોપી તરફેના વકીલે ધારદાર દલીલો રજુ કરી હતી જેથી બચાવ પક્ષના એડવોકેટની દલીલો માન્ય રાખી કોર્ટે પચીસ- પચીસ હજારના આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે જે કેસમાં આરોપી તરફે મોરબીના યુવા એડવોકેટ રજાક બુખારી અને જતીન હોથી રોકાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here