
મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી
સ્કુલમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની વિવિધ અલગ અલગ કામગીરીઓની માહિતી આપવામા આવી હતી
મોરબી સામાકાઠે મહેન્દ્રનગર પાસે આવેલ સર્વોપરી સ્કુલમા અભ્યાસ કરતા વિધાર્થીઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને પોલીસ દ્રારા વિધાર્થીઓને પીએસઆઈ ચેમ્બર- આર્મસ રુમ- પીએસઓની ફરજ કામગીરી વીષે મુદામાલ ઓફીસ કામગીરી વીશે તેમજ લોકઅપ રુમ બતાવી તમામની કામગીરી વિષેની માહિતી પુરી પાડતા સર્વોપરી સ્કુલના વિધાર્થીઓમા ખુશીની લહેર જોવા મળી હતી