વાકાનેરમા રોનક સ્ટોનમાં થયેલ બ્લાસ્ટ કેસના ગુનાના આરોપીનો મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં નીર્દોષ છુટકારો

વાકાનેરમા રોનક સ્ટોનમાં થયેલ બ્લાસ્ટ કેસના ગુનાના આરોપીનો મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં નીર્દોષ છુટકારો

વાંકાનેર તાલુકા પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓ હીરેન જગદીશભાઈ અધડુક તથા અન્ય આરોપીઓએ રોનક સ્ટોન ક્રશર નામના ભરડીયાની ઓરડીમાં અનઅધીકૃત રીતે ભરડીયાની ખાણમાંથી પથ્થર કાઢવા માટે વપરાતા જીલેટીન અને ડીટોનેટર વીગેરે વીસ્ફોટક પદાર્થોનો જથ્થો રાખી બેદરકારી દાખવી આ વીસ્ફોટક જથ્થામાં કોઈ કારણસર વીસ્ફોટ થતા આરોપી ૧. બીપીન ૨. કનુભાઈ નાઓને ગંભીર ઈજા થતા મરણ ગયેલ હોય અને સાહેદોને ઈજાઓ થઈ હોય તથા ભરડીયામા પડેલ વાહનોમાં નુકશાન થયેલ હોય તે અંગે વાકાનેર તાલુકા પોલીસે આરોપી હીરેન જગદીશ અધડુક તથા અન્ય આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ તથા ધી એકસપ્લોજીવ એકટની કલમ તથા એકસપ્લોજીવ સબ સ્ટન્સ એકટની કલમ મુજબનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ હતી

આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદ પક્ષે સાહેદની જુબાનીમાં કેસ બાબતેનો કોઈ પુરાવો જાહેર કરવામાં આવેલ નથી. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી જીતેન ડી. અગેચાણીયાની તમામ દલીલોને ગ્રાહય રાખી નામદાર કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો આરોપી તરકે મોરબીના યુવા એડવોકેટ શ્રીજીતેન અગેચણીયા દીલીપ આર. અગેચાણીયા જે. ડી. સોલંકી મોનીકાબેન ગોલતર હીતેશ પરમાર, રવી ચાવડા રોકાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here