
માળીયામિંયાણા શહેરમાં સરકારી જમીન ઉપર ખડકી દેવામાં આવેલા બાંધકામ નગરપાલિકાએ પોલીસના બંદોબસ્ત સાથે દબાણો દુર કરવા ડિમોલેશન હાથ ધર્યું
માળીયા શહેરમાં નગરપાલિકાની લાલઆંખ સરકારી જમીન ખાલી કરાવવા રોડ ઉપરની દુકાનોને દુર કરાતા નાના ધંધાર્થીઓ ગુજરાન ચલાવતા ઉપર આભ તુટી પડ્યું
માળીયામિંયાણા શહેરમાં સરકારી જમીન ઉપર ખડકી દેવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યુ છે જેમાં રોડની સાઈડની બાજુમાં દુકાનો સહીતના દબાણો દૂર કરવા આજે નગરપાલિકા તંત્ર દ્વારા વારંવાર નોટીસ બાદ એક્શન મોડમાં આવીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરાતા ખીરઈ બાદ બીજા દિવસે માળીયા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા રોડની બાજુમાં બુલડોઝર ફરી વળતા અનેક લોકો પોતાના પરીવારનુ ગુજરાન ચલાવવા મચ્છી વેચીને રોજીરોટી કમાતા હતા તેમની જગ્યા ઉપર કચ્ચરઘાણ કરી નાના મોટા દબાણો દૂર કરાતા માળીયામાં ખળભળાટ મચી ગયો છે અત્રે ઉલ્લેખનીય છેકે આ ડિમોલેશનના કારણે એરડી સાથે શેરડી પિલાઈ જેવો ઘાટ સર્જાયો છે જેમાં ઘણા બધાના ધંધા ભાંગીને ભુક્કો થઈ જતાં માળીયા શહેરમાં સોંપો પડી ગયો છે જેથી માળીયામિંયાણા શહેરમાં રોડની બન્ને સાઈડમાં ચા પાન નાસ્તાની દુકાનો સહીત પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનુ ઘરનુ ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓના ધંધા રોજગાર બંધ થતા ગરીબ પરીવારો માથે આભ તુટી પડયુ હોય તેવુ જોવા મળ્યુ હતુ નાના ધંધાર્થીઓના રોજગાર પર પડ્યા ઉપર પાટું જેવા ઘાટથી નગરપાલીકા તંત્ર ગરીબ ધંધાર્થીઓના વેપાર ધંધા માટે દુકાનો બનાવી ભાડા પેટે આપવાની વ્યવસ્થા કરે તેવી પણ લોકચર્ચા થઈ રહી છે જેથી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવી શકે પરંતુ હાલ તો તંત્રના ડિમોલેશનથી રોડ પર વેરવિખેર દ્રશ્યો વચ્ચે લોકોની ભીડ સાથે હતાશા જોવા મળી રહી છે