
મોરબી જિલ્લા ના આરોગ્ય વિભાગ NHM કર્મચારી શ્રી તા.૧૯/૦૩/૨૦૨૫ બુધવાર ના રોજ પડતર માંગણી અન્વયે એક દિવસ માસ CL અને ધરણા કરશે
ગુજરાત રાજ્ય નેશનલ હેલ્થ મિશન યુનિયન ના મોરબી જિલ્લા ના આરોગ્ય વિભાગ ના તમામ NHM કર્મચારી શ્રી ઓ પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓ અન્વયે તા.૧૯/૦૩/૨૦૨૫ રોજ એક દિવસ માસ CL મૂકી ગાંધીનગર ખાતે ધરણા કરશે
પડતર માગણીઓ યાદી
(૧) તા ૧૬/૦૩/૨૪ ના રોજ કરવામાં આવેલ પગાર વધારા ના પરિપત્ર માં NHM કર્મચારી ના બેઝ પે માં થયેલ વિસંગતા તાત્કાલિક દૂર કરવા બાબત (૨) તા ૧૬/૦૩/૨૪ ના રોજ કરવામાં આવેલ પગાર વધારા ના પરિપત્ર માં ઇન્ક્રીમેન્ટ ૫% લેખે મળેલ છે તે વધારી ને ૧૫% કરવા બાબત. (૩) તા ૧૫/૧૧/૧૮ તેમજ તા ૧૬/૦૩/૨૪ ના પરિપત્ર માં સિનિયોરિટી ને ધ્યાન માં લેવા માં આવેલ નથી તેનો અમલ કરવા બાબત. (૪) પ્રસુતિ ના રજા ૧૮૦ દિવસ ની મળે છે જેમાં ૯૦ દિવસ પગારી અને ૯૦ દિવસ બિનપગારી તો તેમાં સુધારો કરી ૧૮૦ દિવસ કરી આપવા બાબત. (૫) NHM કર્મચારી ને EPF લાભ આપવા બાબત (૬) કોવિડ ૧૯ ના સમય ગળા દરમિયાન ૧૩૦ ના પગાર કરી આપવા બાબત (૭) NHM કર્મચારી ને જિલ્લા બદલી કરી આપવા બાબત (૮) NHM કર્મચારીઓ ને મૃત્યુ સહાય પેઠે ૨ લાખ મળે છે જે વધારી ને ૧૦ લાખ કરી આપવા બાબત