રાજકોટમાં ર૩મીને રવિવારે ચારણ સમાજની કન્યા છાત્રાલયનું મોરારિબાપુનાં હસ્તે ભૂમિપૂજન…સાંસદ પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરીયા, ચારણ સંત પાલુ ભગત, સોનલધામ મઢડાથી ગીરીશ આપા અને છાત્રાલયનાં મુખ્ય સહયોગી વિદ્વાન ઘનશ્યામભાઈ મિસણ ઉપસ્થિત રહેશે.

રિપોર્ટ- અરબાઝ બુખારી મોરબી

રાજકોટમાં ર૩મીને રવિવારે ચારણ સમાજની કન્યા છાત્રાલયનું મોરારિબાપુનાં હસ્તે ભૂમિપૂજન…સાંસદ પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરીયા, ચારણ સંત પાલુ ભગત, સોનલધામ મઢડાથી ગીરીશ આપા અને છાત્રાલયનાં મુખ્ય સહયોગી વિદ્વાન ઘનશ્યામભાઈ મિસણ ઉપસ્થિત રહેશે.

રાજકોટ મેટ્રો સિટિ તરફની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રભરનાં બાળકો અને વિદ્યાર્થિની પસંદ રાજકોટ બન્યુ છે. અનેક હાઈસ્કૂલો, વિવિધ બ્રાંચોના અભ્યાસ સાથેની કોલેજો, યુનિવર્સિટીઓ સાથે વિશાળ સુવિધાઓ પણ જરૂરી છે. અહીં વિવિધ જ્ઞાતિનાં દિકરા દિકરીઓને રહીને અભ્યાસની અનેક સુવિધાઓ ઉપલબ્ધ બની છે ત્યારે આધુનિક શિક્ષણથી શિક્ષિત અને દિક્ષિત કરવાનાં હેતુથી દેશ વિદેશમાં વધુ ઉચ્ચ અભ્યાસનું પ્લેટફોર્મ મળી રહે અને ચારણ જ્ઞાતિનાં બાળકો પણ નેસડામાં થી આવીને પણ નેશનલ ઈન્ટરનેશનલ કક્ષાનાં વિવિધ કોર્ષ અને વિદ્યાભ્યાસ દ્વારા પોતાની કારકિર્દી ઘડી શકે, ચારણ ચોથો વેદ વણ પડ્યો વાતું કરે એટલું માત્ર નહીં પરંતુ જ્ઞાન અને વિજ્ઞાન સાથે ટેકનિકલ અને કારકિર્દીલક્ષી અભ્યાસમાં આગળ વધે વિવિધ સમાજની દિકરીઓ સાથે આધુનિક શિક્ષણમાં ચારણ સમાજની દિકરીઓ પણ આગળ વધે પગભર થાય અને ચારણત્વનાં સંસ્કારને વધુ ઉજળા, વ્યવહારૂ બનાવી શિક્ષણનાં દરેક ક્ષેત્રે પોતાનો મુકામ ઘડી શકે તે હેતુથી રાજકોટમાં આઇશ્રી સોનલમા પ્રેરિત માતુશ્રી હેમુબા મોજદાન‌જી મિસણ ચારણ કન્યા છાત્રાલયનું નિર્માણ થશે. મઢડાનાં આઇશ્રી સોનામાએ વર્ષો પહેલા વ્યસન છોડી શિક્ષણ પ્રાપ્ત કરવા ગામડે ગામડે ફરીને સમાજમાં જાગૃતતા લાવવાનું કામ કરી સમાજને આશીર્વાદ આપ્યા હતા તેમની પ્રેરણાથી જ પ્રેરાઈને
આ છાત્રાલયનાં બાંધકામમાં મુખ્ય સહયોગી ઘનશ્યામભાઈ મોજદાન મિસણ જેઓ સાદગીપૂર્ણ પવિત્ર અને અધ્યાત્મ જીવન સાથે અનેક પ્રકારનાં વિવિધ વિષયોનો ઉંડો અભ્યાસ, વિવિધ કલાઓ, સાહિત્ય, ચારણી સાહિત્ય અને ચારણત્વનાં વિદ્વાન વક્તા કે જેમનું વિવિધ વિષયો પરનું ૧૧૦૦ થી વધુ એપિસોડનું રેકોર્ડીંગ રોજ પ્રસારિત થઈ રહ્યું છે અને ભારતભરમાં કલા, સાહિત્ય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ જેવા વિવિધ ૧૩૬ વિષયો પર રપ૦ જેટલા સૌથી વધુ એક્ઝિબિશન કરનાર વિદ્વતજન ઘનશ્યામભાઈ મોજદાનજી મિસણ દ્વારા ૫૧,૦૦,૦૦૦ (એકાવન લાખ),ચંદુભાઈ સાબા રામભાઈ જામંગ દ્વારા સ્વ. ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો. ટ્રસ્ટ દ્વારા ૧૧,૦૦,૦૦૦ (અગિયાર લાખ), ભાણવડનાં સુખ્યાત ડોક્ટર કેશુભાઈ જીવણભાઈ ઝીબા કે જેમણે જૂનાગઢ ચારણ સમાજની કન્યા છાત્રાલયમાં પણ હોસ્ટેલનાં હોલનાં નિર્માણ માટે સહયોગ આપેલ છે તેમનાં ધર્મપત્ની કંચનબા દ્વારા તેમના સુપુત્ર સ્વ. મિતેષભાઈ અને સ્વ. ડો. કેશુભાઈના સ્મર્ણાર્થે કંચનબા કેશુભાઈ ઝીબા દ્વારા ૧૧,૦૦,૦૦૦ (અગિયાર લાખ), સંકુલ નિર્માણદાતાની રકમ મળી છે, તેમજ અગાઉ જમીન ખરીદીનાં સહયોગી દાતા શક્તિદાન અંબાદાન ટાપરીયા દ્વારા માતુશ્રી જેઠીબાબેન અંબાદાનજી ટાપરીયા, ચાડધ્રા દ્વારા પાંચ લાખ પંચાવન હજાર ઉપરાંત સમાજનાં અગાઉનાં દરેકે દરેક દાતાશ્રીઓનાં શુભાષયથી મળેલી રકમથી મેળવાયેલી જમીન ઉપર તા. ૨૩-૩-૨૦૨૫ ને રવિવારે બપોરે ૩-૦૦ કલાકે જામનગર રોડ પરનાં ઘંટેશ્વર પાર્ક હોટલ સામેની સૈનિક સોસાયટી પાસે નવનિર્મિત ખાટુ શ્યામ મંદીરવાળી શેરી, આનંદમયી નર્સિંગ કોલેજની સામે, આ સંકુલનું ભૂમિપૂજન ચારણ સમાજની કુમારિકાઓ સાથે પૂજ્ય મોરારિબાપુનાં હસ્તે થશે. જેમાં પૂજ્ય પાલુભગત, મઢડાથી ગિરિશ આપા, ઘનશ્યામભાઈ મિસણ, સાંસદ પરસોત્તમ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, ચારણ અગ્રણીઓ અને જ્ઞાતિજનોની હાજરીમાં યોજાનાર આ ભૂમિપૂજનનાં શુભ અવસરે ચારણ સમાજની વધુમાં વધુ દિકરીઓ અને બહેનો પરિવાર સાથે પધારો તેવી ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વતી પ્રમુખ નરેન્દ્ર જેઠીદાન ઝીબા, ઉપપ્રમુખ શકતિદાન અંબાદાન ટાપરિયા તેમજ સર્વે ટ્રસ્ટીઓ પ્રવીણદાન રોહડિયા, ભગવતભાઈ સોયા, સુખદેવભાઈ બાદાણી, સુભાષદાન સિંઢાઈચ, ગંભીરદાન બાદાણી જયદીપ ભાઈ બારોટ વગેરેનું નિમંત્રણ છે.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here