મોરબીમા રમજાનના ઈબાદતના મહિનામા સેવાભાવીઓ દ્રારા રાહતદરના કેમ્પોમા ભજીયા ફ્રુટનુ વિતરણથી રોઝેદાર ગરીબ પરીવારોને રાહત જોવા મળી

મોરબીમા રમજાનના ઈબાદતના મહિનામા સેવાભાવીઓ દ્રારા રાહતદરના કેમ્પોમા ભજીયા ફ્રુટનુ વિતરણથી રોઝેદાર ગરીબ પરીવારોને રાહત જોવા મળી 

હિન્દુ મુસ્લીમ એકતા કમીટી દ્રારા રાહતદરે કેમ્પો ખોલવામા આવ્યા છે જયારે કાલીકાપ્લોટમા નિશુલ્ક શહેરી ઈફતારી કરાવતા સેવાભાવીઓથી ગરીબ પરીવારોમા રાહત જોવા મળી હતી

તાજેતરમા રમજાનનો પવિત્રમાસ ચાલી રહયો હોવાથી મુસ્લીમ બીરાદરો દ્રારા રોઝા રાખી નમાઝ પઢી આખો મહિનો ઈબાદત કરતા હોય છે ત્યારે નાના ભુલકાઓથી માંડીને વૃધ્ધો સુધીના લોકો રોઝા રાખી ખુદાની બંદગી કરતા હોય છે ત્યારે રોઝા રાખનારાઓને રોઝા ખોલ્વામા રાહત રહે તેવા હેતુથી દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના જુના એસ.ટી બસ સ્ટેન્ડ વાકાનેર દરવાજે તેમજ મકરાણીવાસ સહિતના વિસ્તારોમા હિંન્દુ મુસ્લીમ એકતા સાથે રાહતદરે ભજીયાનુ વિતરણ તેમજ અનેક જાતના ફ્રુટ લીંબુ સહિતની વસ્તુઓનુ રાહતદરે વિતરણ કરવામા આવે છે જેથી ગરીબ પરીવારોને રોઝા ખોલ્વામા રાહત મળી રહે

તેમજ આ રમજાનના ઈબાદતના મહિનામા સેવાભાવીઓ દ્રારા કાલીકાપ્લોટ વિસ્તારમા ગરીબ પરીવારોને રોઝા રાખવામા રાહત મળી રહે તેવા હેતુથી સવારે ફ્રુટ વિતરણ તેમજ સાંજે ઠંડાપીણાનુ વિતરણ કરવામા આવે છે અને મોરબી સબજેલમા બંધ કેદીઓને દરરોઝ સરબત વિતરણ કરી સેવા પુરી પાડવામા આવે છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here