
માળીયામિંયાણાના વેજલપર ગામે વરસાદી પાણીના નિકાલ માટે નાખેલા ભુંગળામાં ભુગર્ભ ગટરના ગેરકાયદેસર કનેક્શનો આપી ગોબરો વિકાસ કરાતા સ્થાનિકોમાં કચવાટ
વેજલપર ગ્રામ પંચાયતના પાપે રહેણાંક વિસ્તાર પાસે જ ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી ભરાતા વિવાદીત વિકાસ કાર્ય સામે રોષ ભભુકી ઉઠયો સરકારના પૈસે જ સરકારના સ્વચ્છતા અભિયાનના લીરા ઉડ્યા
માળીયામિંયાણાના વેજલપર ગામે ગ્રામ પંચાયતના પાપે રહેણાંક વિસ્તારમાં ગંદકી ફેલાઈ તેવુ વિકાસ કાર્ય કરાતા સ્થાનીક લોકોમાં કચવાટ ઉભો થયો છે વિવાદીત વિકાસ કાર્યમાં ગ્રામ પંચાયતે ઘરની ધોરાજી ચલાવવીને વરસાદી પાણીના નિકાલ માટે નાખેલા ભુંગળામાં ભુગર્ભ ગટરના કનેકશનો આપવાની મંજૂરી આપી રહેણાંક વિસ્તારની પાસે જ ગટરના અત્યંત દુર્ગંધ મારતા ગંદા પાણી ભરાતા સ્થાનીક રહેવાસીઓમાં રોષ ભભુકી ઉઠયો છે જ્યાં વર્ષોથી ગંદકી નહોતી ત્યાં ગંદકીનો વિકાસ કરાતા વિકાસ કામ ચર્ચાનો વિષય બન્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે ઢંગધડા વગરની આડેધડ કામગીરીને કારણે રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણી ભરાતા લાખોના ખર્ચે નાખેલ લાઈન ફરી નિષ્ફળ જાય તો નવાઈ નહીં કેમ કે અસહ્ય દુર્ગંધ મારતા ગંદા પાણીમાં કરોડોની સંખ્યામાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સેવાઇ રહી છે જેથી વેજલપર ગામે સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયાનો ધુમાડો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે વેજલપર ગ્રામ પંચાયત આગોતરા આયોજન વગર પોતાના સ્વાર્થ ખાતર આડેધડ કામગીરી માટે પ્રખ્યાત હોય તેમ ફરી વરસાદી પાણીના નિકાલ માટે નાખેલા ભુંગળામાં ગટરના ગેરકાયદેસર કનેકશનો આપી ગંદા પાણી વહેતા કરતા વિવાદ ઊભો થયો છે વેજલપર ગ્રામ પંચાયતે અગાઉ પણ અણધડ આડેધડ કરેલા વિકાસ ચર્ચાનો વિષય બન્યા હતા તે જગજાહેર છે ત્યારે ફરી વરસાદી પાણીના નિકાલ માટે નંખાયેલી લાઈનમાં ગેરકાયદેસર ભુગર્ભ ગટર કનેક્શનોના જોડાણ આપી રહેણાંક વિસ્તાર પાસે જ ગટરના ગંદા પાણી ઠલવાતા ભારે કચવાટ ઉભો થયો છે જેથી આ લાઈન માત્ર વરસાદી પાણીના નિકાલ માટે હોય તો તેમા ભુગર્ભ ગટરના કનેકશનો આપવા કોને મંજૂરી આપી તે સરકારી તંત્ર માટે તપાસનો વિષય બન્યો છે જેથી આ ગેરકાયદેસર કનેકશનની મંજૂરી આપનાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે નાખેલા ભુંગળામાં ભુગર્ભ ગટર કનેક્શનો દુર કરવા માંગ કરવાની માંગ ઉઠી છે અન્યથા વરસાદી પાણીના નિકાલ માટે નાખેલા ભુંગળા પણ ભુગર્ભ ગટરના કનેકશનોના પાપે બંધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે જેથી ફરી લાખો રૂપિયાનો ધુમાડો થાય તે પહેલા જ તંત્ર દ્વારા ત્વરીત પગલાં લઈને રહેણાંક વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ મારતા ગટરના ગંદા પાણી બંધ કરવા માંગ ઉઠી છે વધુમાં ગ્રામ પંચાયતના અમુક સદસ્ય આ લાઈનમાં ભુગર્ભ ગટરના કનેકશનો ન જણાવ્યું હતું છતાં કનેક્શનો કોની મંજૂરીથી આપ્યા જેના કારણે રહેણાંક વિસ્તારમાં ગંદકી ફેલાઈ તે પણ તાલુકા વિકાસ અધિકારી માટે તપાસનો વિષય બન્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે ગોબરૂ કામ કરીને ફાટીને ધુમાડે ગયેલ ગ્રામ પંચાયત સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તે જરૂરી છે કેમ કે વરસાદી પાણીના નિકાલ માટે નાખેલી લાઈનમાં ભુગર્ભ ગટરના કનેકશનો આપી વિકાસ કાર્ય સાથે ચેડાં કરીને રહેણાંક વિસ્તાર પાસે ગંદકી કરીને સરકારના સ્વચ્છ અભિયાન સ્વચ્છતા મિશન સહીતના અભિયાનને વેજલપર ગ્રામ પંચાયતે ધજજીયા ઉડાવીને વેજલપર ગ્રામ પંચાયતે રહેણાંક વિસ્તાર પાસે ગટરના ગંદા પાણી વહેતા કરી ગ્રામ પંચાયતે સરકારના પૈસે જ સરકારના સ્વચ્છતા અભિયાનના લીરા ઉડાવીને ગોબરો વિકાસ કર્યો તે તપાસનો વિષય બન્યો છે ત્યારે સરકારના નિયમને ઘોળીને પી જનાર ગ્રામ પંચાયત સામે શિક્ષાત્મક પગલાં ભરવા લોકમાંગ ઊઠી છે