ઉદ્યોગનગરી મોરબીની ભૂમિ પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

ઉદ્યોગનગરી મોરબીની ભૂમિ પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

મોરબી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમૂહુર્ત પ્રસંગે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબી હેલિપેડ ખાતે સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

મયૂરનગરી ખાતે પધારેલા મુખ્યમંત્રીશ્રીને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઇ દેથરીયા, રેન્જ આઇજીશ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજા૫તિ, મોરબી મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, અગ્રણી સર્વશ્રી જયંતીભાઇ રાજકોટીયા, શ્રી હિતેષભાઇ ચૌધરી, શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, શ્રી જેઠાભાઇ મિયાત્રા, શ્રી કે.એસ. અમૃતિયા સહિતના મહાનુભાવોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here