મોરબીમા ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન એકતા સાથે ધામધુમથી યોજાયો

અહેવાલ-અલ્પેશ સુરેશ ગોસ્વામી મોરબી

મોરબીમા ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન એકતા સાથે ધામધુમથી યોજાયો

મોરબી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રસ્ટના સંચાલકો સેવાભાવીઓ ખડેપગે રહયા

મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કા વળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે રાહતદરે દવાખાનું, દવા ફ્રી ગાયો ને દરરોજ પચાસ મણ લીલું ઘાસ,દર મહિને પક્ષીઓ માટે દશ મન ચણ, દર રવિવાર, મંગળવારે સવા મણ લાપસી,ગુંદી ગાંઠિયાનો પ્રસાદ,દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન વગેરે સેવાકીય પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે એ મુજબ નવલખી રોડ પર આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં સર્વ જ્ઞાતિના એકવીસ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા,તમામ વરરાજાઓનું કર્તવ્ય જીવ દયા બેન્ડ પાર્ટી દ્વારા વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું,ભુદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ કરાવી હતી, તમાં કન્યાઓને સોનાના દાગીના સેટી, કબાટ,ખુરશી સહિતની 108 જેટલી વસ્તુઓ કરિયાવરમાં અર્પણ કરવામાં આવી હતી,સમગ્ર કાર્યક્રમ માટે અનેક દાતાઓએ દાન અર્પણ કર્યું હતું, આ કાર્યક્રમને શોભાવવા દામજી ભગત નકલંક ધામ બગથળા, મહંત ભાવેશ્વરીદેવી, જયંતિભાઈ રાજકોટિયા પ્રમુખ જિલ્લા ભાજપ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી પ્રથમ અમૃતિયા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ સંગઠન યુવા મોરચો મિશન નવ ભારત તેમજ રેલવે પી.આઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં,સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવા ઘનુભા જાડેજા પ્રમુખ,વિનુભાઈ ડાંગર ઉપ પ્રમુખ શૈલેષભાઇ જાની ખજાનચી, ધીરુભા જાડેજા મંત્રી, કિશોરભાઈ અગ્રાવત,રમેશભાઈ સાંણદિયા, ભાવેશકુમાર મહેતા નરેન્દ્રસિંહ રાણા,દિગુભા જાડેજા ગજુભા ચુડાસમા વગેરે ટ્રષ્ટિ મંડળ તેમજ તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here