
મોરબીમા ડોમેસ્ટિક વાયોલેનટ એક્ટ તળે થયેલ અપીલ એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્રારા અંશતઃ મંજુર કરતો હુકમ કર્યો
આ કામના એપેલેન્ટ મૂળ અરજદારે મોરબીના મહેરબાન જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફ. ક. સાહેબની કોર્ટમા તારીખ :- 11/12/2017 ના રોજ ફોજદારી પરચુરણ અરજી નંબર :- 311/2017 થી કરેલ જે ફરિયાદ ડોમેસ્ટિક વાયો.એક્ટની અલગ અલગ કલમો તળે કરેલી અને જે કેસ ચાલતા દરમ્યાન અરજદાર ની અરજી અંશતઃ મંજુર કરતો હુકમ ફરમાવેલ અને તેમાં જણાવેલ કે, અરજદાર ગીતાબેનને ભરણ પોષણ પેટે માસીક રૂપિયા 5000/ તથા સગીર પુત્રી પ્રાચીને રૂપિયા 2000/- મળી કુલ રકમ રૂપિયા 7000/- અરજીના ખર્ચ પેટે રૂપિયા 10,000/- શારીરિક તેમજ માનસિક ત્રાસ પેટે રૂપિયા 10,000/-સામાવાળા નંબર -1 અરજદાર ગીતાબેનના પતિ ડેવિશ કુમાર રસિકભાઈ પરમાર રહે. વાઘપરા શેરી ના.-8 મોરબી વાળા એ ચડ્યે ચડ્યા ચૂકવવા તેવો આખરી હુકમ તારીખ :-15/05/2023 ના રોજ ફરમાવેલ અને હુકમની તારીખથી ચૂવવાનો ઓર્ડર /હુકમ જ્યુડી. મેજી. ફ. ક.સાહેબના હુકમથી નારાજ થઈને અરજદાર ગીતાબેન એ પોતાના વકીલ સિનિયર વિદ્વાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ & નોટરી ભારત સરકાર મારફતે મોરબી ના મહેરબાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમા ફોજદારી અપીલ નંબર:- 40/2023 કરેલ, જે અપીલ ચાલતા મોરબીના એડીશનલ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી કે. આર. પંડીયા સાહેબે અરજદારની અપીલ પાર્ટલી /અંશતઃ મંજુર કરવામાં આવે છે, હુકમમા જણાવેલ કે આ કામના સામાવાળા પતિ ડેવિશ કુમારે અરજદાર ગીતાબેનને મકાન ભાડાના માસીક રૂપિયા 3000/-અને ઇલેક્ટ્રિક ચાર્જના રૂપિયા 2000/-ફોજ પરચુરણ અરજી દાખલ તારીખથી ચૂકવવા, તથા અપીલ ખર્ચના રૂપિયા 20,000/-પણ ચૂકવવાનો હુકમ કરવા મા આવે છે જે હુકમની તારીખથી ત્રણ માસમા ચૂકવી આપવાનો હુકમ ખુલ્લી અદાલતમા તારીખ:- 30/04/2025 ના રોજ ફરમાવેલ છે આ અપીલના કામે અરજદાર ગીતાબેન તરફે સિનિયર વિદ્વાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ & નોટરી ભારત સરકાર શ્રી પી. ડી. માનસેતા રોકાયેલ હતા.