માળીયામિંયાણા પોલીસે ઈંગ્લિશ દારૂ ભરેલી બ્રેઝા કાર સાથે એક શખ્સને આઠ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો

માળીયામિંયાણા પોલીસે ઈંગ્લિશ દારૂ ભરેલી બ્રેઝા કાર સાથે એક શખ્સને આઠ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો

કચ્છ તરફથી મોરબી તરફ આવતી ઈંગ્લિશ દારૂ ભરેલી કારને માળીયા પોલીસે ઝડપી લીધી એક શખ્સ ઝડપાયો

માળીયામિંયાણા પોલીસ કચ્છ હાઈવે પર ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે તૈનાત હોય તે દરમિયાન કચ્છ તરફથી મોરબી તરફ આવતી નંબર પ્લેટ વિનાની બ્રેજા કારને રોકી તલાસી લેતા કારમાં ભરેલ આઈએમએફએલની બોટલો નંગ-૩૩૩ કિંમત રૂ.૩,૮૯,૭૦૦ તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ.૮,૦૪,૭૦૦‌ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરેલ છે જાણવા મળતી વિગત મુજબ માળીયામિંયાણા પીઆઈ આર.સી.ગોહીલની સુચનાથી માળીયા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ બીપીનભાઈ પરમાર રાયમલભાઈ શિયાર સહીતનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી કે કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વગરની મારૂતી બ્રેઝા કારમાં ગેરકાયદે રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને મોરબી તરફ આવે છે તેવી ચોકકસ હકિકતના આધારે માળીયામિંયાણા પોલીસે ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન હકિકત વાળી કારને રોકી તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઈંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ જેમાં બોટલ નંગ-૩૩૩ સાથે કબ્જે કરેલ મુદ્દામાલમાં બેગપાઇપર ફાઇન વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૧૫૬ રૂ.૧,૭૧,૬૦૦ મેક્ડોવેલ્સ નં-૦૧ બ્લેન્ડેડ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૬૦ રૂ.૬૬,૦૦૦ રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૧૧૭ રૂ.૧,૫૨,૧૦૦ અને નંબર પ્લેટ વગરની મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા કાર રૂ.૪,૦૦,૦૦૦ આઇ-ફોન નંગ-૦૧ રૂ.૧૫,૦૦૦ મળી કુલ રૂ.૮,૦૪,૭૦૦ના મુદામાલ સાથે પકડાયેલ આરોપી સુરેશભાઇ અજાભાઇ ચૌધરી ઉ.વ.૧૯ રહે.કુડલા તા.જી.બાડમેર (રાજસ્થાન) અને અન્ય એક આરોપીને પકડવાનો બાકી તે સુરેશ યુન્નારામ (મેઘવાલ) રહે.હાલ-ગાંધીધામ મુળ રહે.ચો. ચોહટન જી.બાડમેર (રાજસ્થાન) વાળાઓ વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજી.કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here