
મોરબીમા મોહરમના માતમના તહેવારમા જુના એસ.ટી બસ સ્ટેન્ડ પાસે છેલ્લા ૪૦ વર્ષથી પંજેતની શબીલ કમીટી એટલે હિંન્દુ મુસ્લીમ એકતાનુ પ્રતિક
મોરબીમા સૌથી મોટી શબ્બીલ એટલે પંજેતની શબ્બીલ કમીટીમા આકા ઈમામ હશન હુશેનની યાદમા દશ દિવસ શુધ્ધ શાકાહારી ન્યાઝ સાથે કોલ્ડ્રીકસનુ વિતરણ
મોરબી મોહરમના માતમના તહેવારમા જુના એસ.ટી બસ સ્ટેન્ડ નજીક છેલ્લા ચાલીસેક વર્ષથી કાર્યરત પંજેતની કમીટીમા હિંન્દુ મુસ્લીમ એકતા સાથે દશ દિવસ સુધી અવનવી વાનગીઓનુ ન્યાઝની સાથે દુધ કોલ્ડ્રિકસ લચ્છી સહિતના કોલ્ડ્રીકસનુ વિતરણ કરવામા આવે છે આ શબીલ કમીટીમા આકા ઈમામ હશન હુશેનના એકલવીર હુશૈની ચાહકો દશ દિવસમા વીસલાખથી વધુ કરબલાની યાદમા ખર્ચી નાખે છે ત્યારે ન્યાઝ લેવા માટે હિંન્દુ મુસ્લીમના બહોળી સંખ્યામા લોકો ઉમટી પડે છે
પંજેતની શબીલ કમીટીમા અભુભાઈ ખમીશાભાઈ થઈમ- હારુનભાઈ ખમીશાભાઈ થઈમ અને ઈમરાન ઈકબાલભાઈ જેડા- સુભાન ઈકબાલભાઈ જેડાની મહેનતથી પચ્ચાસથી વધુ વોલ્યન્ટરો હુશૈની ચાહકો ખડેપગે રહી રાત ઉજાગરા કરી આકા હુશૈનની યાદમા ન્યાઝ કોલ્ડ્રીકસ વિતરણ કરે છે ત્યારે થઈમ પરીવાર અને જેડા પરીવારના ધરના તમામ ભાઈઓ બહેનો ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવે છે