
અહેવાલ- અરબાઝ બુખારી મોરબી
મોરબીમા ચાલુ વરસાદે મહોરમના માતમના તહેવારમા અગીયાર કલાત્મક તાજીયાનુ વિશાળ ઝુલુસ નીકળ્યુ
તાજીયા ઝુલુસમા હજારોની સંખ્યામા હુશૈની ચાહકો ઉમટી પડયા ઠેર ઠેર સબીલોમા ન્યાઝે હુશેનની યાદમા અવનવી વાનગીઓનુ ન્યાઝ સાથે કોલ્ડ્રિકસનુ વિતરણ..જુઓ વીડીયો
મોરબીમા મહોરમના માતમના તહેવાર નિમિતે શહેર હાજીખતીબ અબ્દુલમીંયા બાપુ કાદરી જીલ્લાનીની આગેવાની અને દેખરેખ હેઠળ ચાલુ વરસાદે હજારોની સંખ્યાની જનમેદની સાથે અગીયાર કલાત્મક તાજીયાનુ વિશાળ ઝુલુસ નીકળ્યુ હતુ આ ઝુલુસ દરમ્યાન ઠેર ઠેર અવનવી વાનગીઓના ન્યાઝ સાથે કોલ્ડ્રીકસ લચ્છી ચા સહિતના ન્યાઝનુ વિતરણ કરવામા આવ્યુ હતુ
તાજીયા ઝુલુસમા નાના ભુલકાઓથી માંડી વૃધ્ધો સુધીના હુશૈની ચાહકો જોડાયા હતા અને યુવાનો દ્રારા તલવાર છરી લાકડીઓ વડે આકા ઈમામ હશન હુશેનની યાદમા લોહી વહાવી ધમાલો લીધી હતી તેમજ મોરબીના રાજમાર્ગો પર ઝુલુસ કાઢી નગર દરવાજે અગિયાર તાજીયાઓ એકઠા થઈ સલામી આપી તાજીયાનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ આ મહોરમનો તહેવાર હિંન્દુ મુસ્લીમ ભાઈચારો અને એકતા સાથે માતમનો તહેવાર ઉજવાતા એકતાના દર્શન થયા હતા
મોરબીના શહેર ખતીબ હાજઅબ્દુલ રશીદમીંયા બાપુ જીલ્લાનીએ નગર દરવાજે તમામ પ્રશાસન દરેક સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો આ તહેવારમા પોલીસતંત્ર ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવતા પોલીસતંત્રનો આભાર માન્યો હતો તેમજ મહાનગરપાલીકા જી.ઈ.બી સરકારી હોસ્પીટલ સ્ટાફ તેમજ રાજકીય આગેવાનો દરેક સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો