
મોરબીમા જશને ઈદે મિલ્લાદુન નબીના ખુશીના તહેવાર નિમિત્તે સામાજીક યુવા કાર્યકરોની આગેવાની હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન
ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસર પર મોરબી શહેરમાં સેવા-સમર્પણની ભાવનાથી હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ ગ્રુપ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની સીવીલ હોસ્પિટલ મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શુક્રવાર, તા. ૦૫/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ, મેમણ કોલોની ખાતે યોજાશે
આ કેમ્પ દ્વારા શહેરના યુવાઓ તેમજ સમાજના સર્વ વર્ગોને રક્તદાન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આયોજકોનું કહેવું છે કે “માનવસેવામાં રક્તદાન સૌથી મોટું દાન છે” અને એક ટીપો લોહી અનેક જીંદગીઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે ઈદે મિલાદુન્નબીનો તહેવાર નબીએ પાકના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. આવા પવિત્ર અવસર પર સેવા અને ભાઈચારાની ભાવનાથી જોડાયેલા મોરબીના યુવાનો દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પ સમાજને માનવતા તરફ દોરી જનાર ઉત્તમ ઉદાહરણ ગણાશે કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી રક્તદાન કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સીવીલ હોસ્પિટલ મોરબીની તબીબી ટીમ દ્વારા રક્તસંગ્રહ કરવામાં આવશે અને દાતાઓને પ્રમાણપત્ર પણ અપાશે
આ પવિત્ર કાર્યને સફળ બનાવવા માટે આશીફભાઈ મેમણ (મો. 9727178692), આશીફભાઈ ઘાંચી (મો. 9913347181), સોહીલભાઈ મેમણ (મો. 9624329267) તથા ફેઝલભાઈ મેમણ (મો. 9712922473) સહિત હઝરત બાવા અહેમદશાહ ગ્રુપના સભ્યો સક્રિય પ્રયત્નશીલ છે. સમાજના દરેક વર્ગોને સંદેશ આપવામાં આવ્યો છે કે માનવસેવામાં એક પગલું આગળ વધીને વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે અને ઈદે મિલાદુન્નબીની ઉજવણીને સમાજસેવાની દિશામાં યાદગાર બનાવે.























