
મોરબી જીલ્લાના વાકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા આરોપી અશ્ર્વીનભાઈ વાટુકીયા સામેના પાવર ચોરીના કેશમા નિર્દોષ છુટકારો કરાવતા યુવા ધારાશાસ્ત્રી કરમશીભાઈ પરમાર

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના રૂરલ-૨ સબ ડીવીઝન, પી.જી.વી.સી.એલ. કચેરીએ આરોપી અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયા, રહે. લુણસર તા. વાંકાનેર, જી.મોરબી. વાળા સામે પાવર ચોરીની ફરીયાદ કરેલ જે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ ૨૦૦૩ ની કલમ ૧૩૫ મુજબ દાખલ કરવામાં આવેલ. જે કામે આરોપી સામે ચાર્જશીટ થતા સ્પે.ઈલેક્ટ્રીસીટી કેસનં.૩૪/૨૦ થી પાવર ચોરીનો કેસ અશ્વીન સોંડાભાઈ વાટુકીયા સામે થયેલ જે કેસ સ્પેશ્યલ ઈલેકટ્રીસીટી કોર્ટ મોરબીના મહેરબાન સેકન્ડ એડીશનલ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી નાદપરા સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપીનાં એડવોકેટ કરમશી ડી. પરમારની ધારદાર દલીલ તેમજ ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટો રજુ કરેલ તેને ધ્યાને લઈને આરોપી અશ્વીન સોંડાભાઈ વાટુકીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે આરોપીનાં વકીલ તરીકે મોરબીના યુવા વકીલશ્રી કરમશી ડી. પરમાર રોકાયેલા હતા.























