
મોરબી વાવડી રોડ પર ભાજપ અગ્રણી દેવાભાઈ અવાડીયા સહીતના કાર્યકર્તાઓ દ્વારા પાલીકાના સહયોગથી મધરાત્રીએ રોડ રીપેર કરી જહેમત ઉઠાવી

મોરબી વાવડી રોડ વોર્ડ નં.૧ સોસાયટીના રહીશોને ખાડારાજમાંથી મુક્તિ અપાવતા વોર્ડ નં.૧ના સક્રીય કાર્યકરો ખાડા આર.સી.સી.થી રિપેર કરી લોકોના દિલ જીત્યા
મોરબી વાવડી રોડ પર આવેલ વોર્ડ નં.૧ સોસાયટીના રહીશો ખાડાઓ અને મોટી કડ પડી જતા રાહદારીઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા જેથી અવાર નવાર નાના વાહન ચાલકોના અકસ્માત સર્જાતા જેના કારણે નાની મોટી ઈજાઓ પહોંચતી જેથી વોર્ડ નં.૧ના સક્રીય કાર્યકરોની ધ્યાને આવતા રિપેર કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ વારંવાર આકસ્મિક ઘટના બનતી હોય જો કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈ અઘટિત જીવલેણ ઘટના બને તે પહેલા જ સ્થાનિકોએ વોર્ડ નં ૧ના સક્રીય કાર્યકર દેવાભાઈ અવાડીયા સહીતનાઓને ફોન પર જાણ કરતા જ હરહંમેશ સોસાયટી તેમજ વાવડી રોડ પર ખડેપગે રહીને લોકોની સાથે ખંભેખંભો મીલાવીને લોકોની સુખાકારી શાંતિ ભાઈચારા સાથે ખડેપગે ઉભા રહેતા વોર્ડ નં.૧ના સક્રીય કાર્યકર જેમાં દેવાભાઈ અવાડિયા સાથે સોયબભાઈ સુમરા જાનુભાઈ ચાનીયા અમીત ગામી મુસ્તાક સુમરા પ્રશાંતભાઈ મહેતા રાજુભાઇ રામાવત ઊગાભાઇ રાઠોડ પોલાભાઈ આહીર મનુભાઈ મારાજ સમીરભાઇ સુમરા સહીત તમામ વોર્ડના કાર્યકર્તા સાથે મળીને હિન્દુ મુસ્લિમ એકતા સાથે એકજુટ બની રોડ રિપેર કરવા ટીમ મેદાને ઉતરી ખાડા અને પડી ગયેલ કડોને રિપેર કરવા અને ખાડાઓ પર આર.સી.સી. નાખીને ટનાટન બનાવવા આધુનિક મશીન મંગાવી ટીમ કામે લાગી હતી જે ટીમ દ્વારા સતત વાવડી રોડ પર મોનિટરીંગ કરીને જ્યાં જ્યાં ખાડા અને પડી ગયેલ મોટી કડને બુરી રોડ રિપેર કરવા કવાયત હાથ ધરી હતી અને ત્વરિત રીતે રોડ ઉપરના ખાડા પર આરસીસી નાખી રોડને ટનાટન બનાવી સોસાયટી તેમજ સ્થાનિક લોકોને ખાડામાંથી મુકિત અપાવતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છેકે લાંબા સમયથી ખાડા રાજ અને હાડકાં તોડ કડ પર આર.સી.સી સમારકામ થઈ જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ તો લીધો હતો પરંતુ ખાડામાંથી મુકિત અપાવનાર વોર્ડ નંબર ૧ના ખાડારાજમાંથી તારવનાર તારણહાર કાર્યકરોનો આભાર વ્યક્ત કરીને તંત્ર અને ભાજપના કાર્યકરોને ધ્યાને આવતા લોકોને પડતી હાલાકીને ત્વરિત ઉકેલી નિકાલ કરનાર સૌ સક્રીય કાર્યકરોએ મધરાત્રી દરમ્યાન રોડ રીપેર કરી લોકોના દિલ જીત્યા હતા આમ વાવડી રોડ પર જેમ કાર્યકરોની મહેનત રંગ લાવી તેમ મોરબી શહેરમાં આ રીતે પ્રજાને પડતી હાલાકીને સાંભળીને જાગૃત થાય અને જે રીતે વાવડી રોડ પર ત્વરિત રીતે પ્રશંસનીય કામગીરી થઇ તેવી કામગીરી શહેરમાં થાય તો મોરબી ખરેખર રળીયામણુ બની જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને વાવડી રોડ પર વોર્ડ નં.૧ મા ભાજપની ટીમે ત્વરિત કામગીરી થકી અન્ય વોર્ડના કાર્યકરો જાગૃત થાય તેવુ દેવાભાઈ અવાડીયાએ જણાવ્યુ હતુ























