
મોરબીમા હઝરત મોહંમદ પયગંબર સાહેબનો ૧૫૦૦મા જન્મદિવસની ખુશીમા મરહબા યા મુસ્તફાના નારા સાથે વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ
જશને ઈદે મિલ્લાદુનનબીના તહેવારની ખુશીમા વિશાળ ઝુલુસમા ઠેર ઠેર ચા પાણી નાસ્તો ચોકલેટ સહિત ઠંડાપીણાનુ વિતરણ
હઝરત મોહંમદ પયગંબર સાહેબ સલ્લાહો (અલયહી વસ્લમ) ના ૧૫૦૦ મા જન્મદિવસની ખુશીમા દશ દિવસ સુધી મુસ્લીમ મહોલ્લાઓ રોશનીના શણગારથી ઝળહળી ઉઠયા હતા અને ઠેર ઠેર આકા હજરત મોહંમદ પયગંબર સાહેબની શાનમા વાયેઝશરીફ ન્યાજશરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ
ત્યારે ઈદે મિલ્લાદુનનબીના ખુશીના તહેવાર નિમિતે મોરબીના શહેર ખતીબ હાજી અબ્દુલ રશીદમીંયાબાપુ જીલ્લાની કાદરીની આગેવાની હેઠળ નગર દરવાજાચોકથી મરહબા યા મુસ્તફાના નારા સાથે વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ હતુ જેમા ઝુલુસ દરમ્યાન ઠેર ઠેર હઝરત મોહંમદ પયગંબર સાહેબના ચાહકો દ્રારા ચા નાસ્તો ચોકલેટ ઠંડાપીણા સહિતની અવનવી વાનગીઓનુ વિતરણ કર્યુ હતુ તેમજ મુસ્લીમ બીરાદરોએ આખીરાત ધરે તથા મસ્જીદે ઈબાદત કરી નબી સાહેબના ૧૫૦૦ મા જન્મદિવસની ખુશીમા ઠેર ઠેર મહાકાય કેકો કાપી ઈદે મિલ્લાદુનનબીના ખુશીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી હતી ઝુલુસમા બહોળી સંખ્યામા મુસ્લીમ બીરાદરો જોડાયા હતા તેમજ મોરબી એલ સી.બી પી.આઈ પંડયા એસ ઓ જી.પોલીસ સ્ટાફ એ ડીવીઝન પી.આઈ રાકેશ પટેલ સહિત ટ્રાફીક પી.આઈ ધેલા સહિતનો પોલીસ સ્ટાફ ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવી હતી







































