
મોરબી વાવડી રોડ પર આવેલ શ્રીજી કા રાજા ગણેશજીને અપાઈ ભાવભેર વિદાયશ્રીજી કા રાજા ગણેશજીનુ મચ્છુ ડેમમાં કરાયું ચાલુ વરસાદે વિસર્જન મહીલાઓ અને બાળકો જોડાયા
મોરબી જિલ્લામાં ગણેશજીને ઠેરઠેર ભાવભેર વિદાય આપી વિસર્જન કરાયું છે ત્યારે વાવડી રોડ પર શ્રીજીપાર્ક સોસાયટીમાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગણેશ ચતુર્થીથી સ્થાપના કરીને ગણેશોત્સવની અનેરા ઉત્સાહ સાથે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમા વાવડી રોડ પર આવેલ શ્રીજી સોસાયટી શેરી નંબર બે શ્રીજી પાર્ક કા રાજાનુ ગણેશ પંડાલ સાથે ગણેશોત્સવનુ ભવ્ય આયોજન હિતેશભાઈ કેશવલાલ કુંડારીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના ઘરે ગણેશ પંડાલમાં બિરાજમાન ગણપતિ દાદાને દરરોજ સવાર સાંજ મહા આરતી પુજા અર્ચના સાથે ગણપતિજીને છપ્પન ભોગ જમાડીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આના નાદ સાથે સોસાયટીના લોકો ભક્તો હિન્દ મુસ્લિમ એકતા સાથે ચાલુ વરસાદે મહીલાઓ બાળકો ગણપત વિસર્જનમાં જોડાયા હતા અને વાજતે ગાજતે મચ્છુ ડેમ સુધી ગણપતિજીની શાહી સવારી પહોચી હતી જ્યાં ભાવભેર ગણપતિજીને વિદાય આપી હતી જેમાં શ્રીજી સોસાયટીના અનેક લોકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છેકે આ ગણેશ ઉત્સવની ઉજવણી દરમિયાન ગણેશ પંડાલના એક મંડપ નીચે હિંન્દુ મુસ્લીમ એકતાના દર્શન કરાવતા ઉત્સવે સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેમાં હિંદુ મુસ્લિમ એકતા સાથે ગરબા મહોત્સવ સાથે મહાપ્રસાદ મહાઆરતી બાદ ૫૬ ભોગ પ્રસાદનુ ભવ્ય આયોજન કરી ઉપસ્થિત સૌ કોઈએ એક સાથે એક મંડપ નીચે પ્રસાદ લઈને હિંન્દુ મુસ્લીમ એકતાના દર્શન કરાવ્યા હતા જેથી વાવડી રોડ પર આવેલ શ્રીજી સોસાયટીના શ્રીજી કા રાજા ગણેશ પંડાલે ભારે આકર્ષણ જમાવ્યું હતું જેમને આજરોજ ભાવભેર વિદાય આપી હતી























