
મોરબી નુતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડ લાઈન્સ દ્વારા પંજાબ પુર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલી માનવતા મહેકાવી
મોરબીના નુતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડ લાઈન્સ પંજાબ પુર પીડિતોને મદદરૂપ બન્યા મોરબીથી ટ્રક ભરી મોકલી રાહત સામગ્રી
મોરબીના નુતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડ લાઈન્સ દ્વારા પંજાબ પુર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલી માનવતા મહેકાવી છે મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટરો મસીહાઓ દ્વારા તાજેતરમાં પંજાબમાં ભયંકર પુર આવ્યુ જે પુરના ધસમસતા પાણીએ જબરી તારાજી સર્જી જાનમાલની સાથે મકાનો ખેતરોને તહસનહસ કરી ભારે તબાહી મચાવી જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ જતા મોટું નુકસાન થવા પામ્યુ છે અને અનેક પરીવારો ઘરવિહોણા બની હાલ બેહાલ થઇ જતા ચોતરફથી મદદ માટે આગળ આવીને દેશના અલગ અલગ રાજ્યો શહેરોમાંથી પુર પીડિતોની મદદે ખટારા ભરીને ભરીને મદદરૂપ બનવા પંજાબ તરફ દોટ મૂકી છે ત્યારે મોરબી નૃતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડ લાઈન્સ દ્વારા પંજાબ પુર પીડિતોની મદદ માટે રહેવાસીઓને ગુહાર લગાવતા મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટરો મસીહાઓએ એકતા ભાઈચારા સાથે પ્રથમ માનવતાની જ્યોત જગાવીને હિન્દુ મુસ્લિમ એકતા સાથે દેશની દરેક જનતા પ્રથમ ભારતીય છે મારા દેશના દરેક સભ્ય મારો પરીવાર છે તેવા ઉમદા વિચાર અને સેવાકીય પ્રવૃતિઓ કરતા ગ્રુપ દ્વારા પંજાબ પુર પીડિતો માટે કંઇક કરી બતાવવાની ભાવના સાથે આગળ આવીને ટ્રક ટ્રાસ્પોર્ટર મસીહાઓ દ્વારા અનાજ કીટ બિસ્કીટ કપડાં ધાબળાઓ કઠોળ બટેટા રોકડ રકમ સહીત જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓ એકત્રીત કરીને ગાડીઓ ભરીને પંજાબ પુર પીડિતોને સહાયક બનવા મોરબી નુતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડલાઈન્સ દ્રારા મોરબીથી પંજાબ જવા રવાના થયેલ છે જ્યાં પુર પીડિતોને મળીને પુર અસરગ્રસ્તોની વહારે મોરબીના ટ્રાન્સપોર્ટરો દ્વારા પંજાબ પુર પીડિતો સુધી પહોંચી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરી માનવતા મહેકાવી હતી આઈશ્રી મા મોગલના ટ્રક ગૃપોના માથે ચાર ચાર હાથ રહે અને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના