
મોરબી વાવડીરોડ રવીપાર્ક સોસાયટીમા દિને ઈસ્લામની તાલીમ લેતા ભુલકાઓએ નાતશરીફની રમઝટ બોલાવી તાલીમાર્થી ભુલકાઓને ઈનામ વિતરણ થતા ખુશીની લહેર
સૈયદ સિરાજબાપુ અયુબબાપુ બુખારી ઉમરાહશરીફની સફરે જતા સગા સ્નેહીઓ દ્રારા ફુલહારથી સન્માન કર્યુ
મોરબી વાવડીરોડ પર રવિપાર્ક સોસાયટીમા દિને ઈસ્લામની તાલીમ લેતા નાના ભુલકાઓનો નાતશરીફનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા તમામ નાના ભુલકાઓએ પોતાના સુરીલા આવાઝથી નાતશરીફની રમઝટ બોલાવી હતી જેથી કાર્યક્રમના સંચાલક સૈયદ પીર અયુબબાપુ બુખારી અને તેમના વાલીદ પીર સૈયદ અમીરમીંયાબાપુ બુખારીના હસ્તે બાળકોને નમાઝ અદા કરવા મુસ્લાઓ તસ્બીઓ અને ડીનરસેટ સહિતની ચીજવસ્તુઓનુ ઈનામ વિતરણ કરી ભુલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ તાલીમાર્થીઓને સરપ્રાઈઝ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ પીર સૈયદ સિરાઝબાપુ અયુબબાપુ બુખારી ઉમરાહની સફરે જવાના હોવાથી કાર્યક્રમમા પધારેલ તમામ આલેરસુલ સૈયદસાદાત મુરસીદો તેમજ સગાવ્હાલાઓ દ્રારા ફુલહારથી સન્માનિત કરવામા આવ્યા હતા જેઓની રવાનગી તારીખ ૧૮-૯-૨૦૨૫ ને ગુરૂવાર, સવારે ૮-૦૦ કલાકે થશે
આ ભવ્ય કાર્યક્રમમા પીર સૈયદ અમીરમિંયા બાપુ બુખારી પીર સૈયદ અયુબબાપુ બુખારી સૈયદ સીરાજબાપુ બુખારી સહિત તેમના સગાસ્નેહીઓ આલેરસુલે પરીવાર સાથે હાજરી આપી હતી તેમજ બહોળી સંખ્યામા દિને ઈસ્લામની તાલીમ લેતા ભુલકાઓ અને તેમના વાલી સહાત રવિપાર્ક શ્રીજીપાર્ક સોસાયટીના ભાઈઓ અને બહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી