
મોરબી વાવડીરોડ પર શ્રીજીપાર્ક ચોકમા હિન્દુ મુસ્લીમ એકતા સાથે જશને ગૌસે આઝમ અગયારમીશરીફમા ભવ્ય વાયેઝશરીફ ન્યાઝશરીફનો કાર્યક્મ યોજાશે
જશને ગૌસે આઝમના કાર્યક્રમમા સૈયદ હાજી આલમમીંયાબાપુ કાદરીયુલ જીલ્લાની અગીયાર દિવસ સુધી વાયેઝશરીફ બયાન કરશે
મોરબી વાવડીરોડ પર આવેલ રવિપાર્ક સોસાયટીના શ્રીજીપાર્ક ચોકમા ગતવર્ષની જેમ આ વર્ષે પણ જશને ગૌસેઆઝમના તહેવાર નિમિતે હિંન્દુ મુસ્લીમ એકતા સાથે વાયેઝશરીફ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ ઉજવાશે જેમા અગિયારમીશરીફના પહેલા ચાંદથી અગીયાર ચાંદ સુધી નમાઝે ઈશા બાદ સૈયદ હાજી આલમમીંયાબાપુ ગૌસપાકની શાનમા વાયેઝશરીફ બયાન કરશે આ ભવ્ય કાર્યક્રમમા હિંન્દુ મુસ્લીમ એકતા કમીટી દ્રારા અગીયાર દિવસ સુધી ન્યાઝશરીફનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા પહેલા ચાંદના વાયેઝશરીફમા ન્યુજનકનગર સોસાયટીના મસ્જીદે હલીમા ગૃપ દ્રારા ન્યાઝનુ આયોઝન કરવામા આવ્યુ છે
ત્યારે આ જશને ગૌસે આઝમ દસ્તગીરના કાર્યક્રમમા ન્યુજનકનગર સોસાયટી શ્રીજીપાર્ક સોસાયટી રવિપાર્ક સોસાયટી સહિતના તમામ લોકો બહોળી સંખ્યામા હાજરી આપે અને આ કાર્યક્મમા સ્વેચ્છાએ કોઈપણ વ્યકિતને ન્યાઝશરીફ રાખી શવાબ હાંસીલ કરવો હોય અથવા કોઈ ઈમદાદમા સહકાર આપવો હોય તો આપે બાકી કોઈપણ ધરે કોઈપણ પ્રકારનો ફાળો કરવામા આવ્યો નથી અને કરવામા આવશે નહી તેની સર્વે લોકોએ નોંધ લેવા હિંન્દુ મુસ્લીમ એકતા કમીટીએ અપીલ કરી હતી