મોરબી વાવડી રોડ પર નવરાત્રી અને અગિયારમી શરીફના વાયેઝ શરીફના પવિત્ર તહેવારોને ધ્યાનમાં લઈને રોડને રિપેર કરીને બનાવ્યા ચકાચક

મોરબી વાવડી રોડ પર નવરાત્રી અને અગિયારમી શરીફના વાયેઝ શરીફના પવિત્ર તહેવારોને ધ્યાનમાં લઈને રોડને રિપેર કરીને બનાવ્યા ચકાચક

ભાજપ અગ્રણી દેવાભાઈ અવાડીયા સહીતના કાર્યકર્તાઓ દ્વારા પાલીકાના સહયોગથી મધરાત્રીએ રોડ રીપેર કરીને સોસાયટીના કાર્યકરોએ જહેમત ઉઠાવી

મોરબી વાવડી રોડ પર ખાડા અને પડી ગયેલ કડ કોઈનો જીવ લે તે પહેલા જ ભાજપના અગ્રણી આગેવાન દેવાભાઈ અવાડીયા તેમજ સોસાયટીના સક્રીય કાર્યકરોની ટીમો દ્વારા પાલીકાના સહયોગથી રોડ રિપેર કરીને સક્રીય કાર્યકરોની ટીમની અને પાલીકાની મહેનત રંગ લાવી હોય તેમ નવરાત્રી અને અગિયારમી શરીફના વાયેઝ શરીફના પવિત્ર તહેવાર ટાણે રોડને ચકાચક બનાવીને સ્થાનીક રાહદારીઓને રાહત આપી હતી વાવડી રોડ પર રવિ પાર્ક સોસાયટી શેરી નંબર ૧ અને ૨ના રહીશોને ખાડારાજમાંથી મુક્તિ અપાવતા સક્રીય કાર્યકરો ખાડા આર.સી.સીથી રિપેર કરી લોકોના ફરી એક વખત દિલ જીત્યા છે અહીના રહીશો ખાડાઓ અને મોટી કડ પડી જતા રાહદારીઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા જેથી અવાર નવાર નાના વાહન ચાલકોના અકસ્માત સર્જાતા જેના કારણે નાની મોટી ઈજાઓ પહોંચતી જેથી વાવડી રોડ પરના સક્રીય કાર્યકરોને ધ્યાને આવતા રિપેર કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ વારંવાર આકસ્મિક ઘટના બનતી હોય જો કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈ અઘટિત જીવલેણ ઘટના બને તે પહેલા જ સ્થાનિકોએ વોર્ડ નં ૧ના સક્રીય કાર્યકર દેવાભાઈ અવાડીયા સહીતનાઓને ફોન પર જાણ કરતા જ હરહંમેશ સોસાયટી તેમજ વાવડી રોડ પર ખડેપગે રહીને લોકોની સાથે ખંભેખંભો મીલાવીને લોકોની સુખાકારી શાંતિ ભાઈચારા સાથે ખડેપગે ઉભા રહેતા વોર્ડ નં.૧ના સક્રીય કાર્યકર જેમાં પુર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયા સાથે વોર્ડ પ્રમુખ ભરતસિંહ પરમાર વોર્ડ ઈનચાર્જ ત્રિભોવનભાઈ સોયબભાઈ સુમરા જાનુભાઈ ચાનીયા મુસ્તાક સુમરા રાજુભાઇ રામાવત ઊગાભાઇ રાઠોડ પોલાભાઈ મકવાણા મનુભાઈ મારાજ સમીરભાઇ સુમરા વિરલભાઈ મુન્નાભાઈ ફારુકભાઈ મોમાઈ કેન્ડી બીપીનભાઈ લીંબાભાઈ પટેલ મોરભાઈ કંઝારીયા ભદ્રેશભાઈ મેરજા સહીત તમામ વોર્ડના કાર્યકર્તા સાથે મળીને હિન્દુ મુસ્લિમ એકતા સાથે એકજુટ બની રોડ રિપેર કરવા ટીમ મેદાને ઉતરી ખાડા અને પડી ગયેલ કડોને રિપેર કરવા અને ખાડાઓ પર આર.સી.સી. નાખીને ટનાટન બનાવવા મહાનગરપાલિકાના સહયોગથી આધુનિક મશીન મંગાવી ટીમ કામે લાગી હતી જે ટીમ દ્વારા સતત વાવડી રોડ પર મોનિટરીંગ કરીને જ્યાં જ્યાં ખાડા અને પડી ગયેલ મોટી કડને બુરી રોડ રિપેર કરવા કવાયત હાથ ધરી હતી અને ત્વરિત રીતે રોડ ઉપરના ખાડા પર આરસીસી નાખી રોડને ટનાટન બનાવી રવિ પાર્ક સોસાયટી આસપાસ રહેતા એડવોકેટ રજાક બુખારી કાસમભાઈ કડીયા આદમભાઈ લધાણી કાદરભાઈ ખત્રી સહીતના સામાજિક કાર્યકરોની મહેનતથી સ્થાનિક લોકોને ખાડામાંથી મુકિત અપાવતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છેકે લાંબા સમયથી ખાડા રાજ અને હાડકાં તોડ કડ પર આર.સી.સી સમારકામ થઈ જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ તો લીધો હતો પરંતુ ખાડામાંથી મુકિત અપાવનાર ખાડારાજમાંથી તારવનાર તારણહાર કાર્યકરોનો આભાર વ્યક્ત કરીને પાલીકાતંત્ર અને ભાજપ કાર્યકરોને લોકોને પડતી હાલાકીને ધ્યાને રાખી ત્વરિત ઉકેલી નિકાલ કરનાર સૌ સક્રીય કાર્યકરોએ મધરાત્રી દરમ્યાન રોડ રીપેર કરી લોકોના દિલ જીત્યા હતા આમ વાવડી રોડ પર જેમ કાર્યકરોની મહેનત રંગ લાવી તેમ મોરબી શહેરમાં આ રીતે પ્રજાને પડતી હાલાકીને સાંભળીને જાગૃત થાય અને જે રીતે વાવડી રોડ પર ત્વરિત રીતે પ્રશંસનીય કામગીરી થઇ તેવી કામગીરી શહેરમાં થાય તો મોરબી ખરેખર રળીયામણુ બની જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને વાવડી રોડ પર રવિ પાર્ક સોસાયટી શેરી નં ૧ અને ૨ વોર્ડ નં.૧ જેવા કાર્યકરોની ત્વરિત કામગીરી થકી અન્ય વોર્ડના કાર્યકરો જાગૃત થાય તો શહેરના રોડ રસ્તા સારા બની જાય અને મહાનગરપાલીકાના કમીશ્નરશ્રીનો દેવાભાઈ અવાડીયા સહિતના લતાવાસીઓએ આભાર માન્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here