મોરબી વાવડી રોડ પર શ્રીજી પાર્ક ચોકમાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે જશને ગૌસે આઝમ અગિયારમી શરીફમાં ભવ્ય વાયેઝ શરીફ ન્યાઝ શરીફનો કાર્યક્મ યોજાયો

મોરબી વાવડી રોડ પર શ્રીજી પાર્ક ચોકમાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે જશને ગૌસે આઝમ અગિયારમી શરીફમાં ભવ્ય વાયેઝ શરીફ ન્યાઝ શરીફનો કાર્યક્મ યોજાયો

જશને ગૌસે આઝમના કાર્યક્રમમાં સૈયદ હાજી આલમમીંયાબાપુ કાદરીયુલ જીલ્લાની દ્રારા જોશીલી જુબાનથી વાયેઝ શરીફ બયાન

મોરબી વાવડી રોડ પર આવેલ રવિ પાર્ક સોસાયટીના શ્રીજી પાર્ક ચોકમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જશને ગૌસે આઝમના તહેવાર નિમિતે હિંન્દુ મુસ્લિમ એકતા સાથે વાયેઝ શરીફ ન્યાઝ શરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં અગિયારમી શરીફના પહેલા ચાંદથી અગીયાર ચાંદ સુધી નમાઝે ઈશા બાદ સૈયદ હાજી આલમમીંયાબાપુ ગૌસ પાકની શાનમાં વાયેઝ શરીફ બયાન કરશે આ ભવ્ય કાર્યક્રમમાં હિંન્દુ મુસ્લિમ એકતા કમીટી દ્રારા અગીયાર દિવસ સુધી ન્યાઝ શરીફનુ આયોજન કરવામાં આવ્યુ છે આ વાયેઝ શરીફના કાર્યક્રમમાં સૈયદ અયુબબાપુ બુખારી સીકંદરબાપુ બુખારી રજાકબાપુ બુખારી સહિતના આલે રસુલે હાજરી આપી હતી તેમજ હિંન્દુ મુસ્લિમ એકતા કમીટીના કાસભભાઈ કડીયા કાદરભાઈ ખત્રી આદમભાઈ લધાણી દાઉદભાઈ ઉર્ફે (ભીખો) મેમણ સુલતાનભાઈ પરમાર સહિત ભાઈ બહેનોએ કાર્યક્રમમાં ખડેપગે રહીને વ્યવસ્થા દરમિયાન ભારે જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે આ જશને ગૌસે આઝમ દસ્તગીરના કાર્યક્રમમાં ન્યુ-જનકનગર સોસાયટી શ્રીજીપાર્ક સોસાયટી રવિપાર્ક સોસાયટી સહિતના તમામ લોકો બહોળી સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમમાં સ્વેચ્છાએ કોઈપણ વ્યકિતને ન્યાઝ શરીફ રાખી શવાબ હાંસીલ કરવો હોય અથવા કોઈ ઈમદાદમા સહકાર આપવા ઇચ્છતા હોય તેવા લોકો સ્વેચ્છાએ આપી શકે છે પરંતુ કોઈપણ ઘરે કોઈપણ પ્રકારનો ફાળો કરવામાં આવ્યો નથી અને કરવામાં આવશે નહી તેની સર્વે લોકોએ નોંધ લેવા હિંન્દુ મુસ્લિમ એકતા કમીટીએ અપીલ કરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here