
મોરબીમા જશને ગૌસે આઝમની શાનમા રાજમાર્ગો પર વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ ઠેર ઠેર ઠંડાપીણા ન્યાઝનુ વિતરણ
મોરબી શહેર ખતીબ હાજી અબદુલરશીદમીંયાબાપુ અને સૈયદ સિકંદરમીંયાબાપુ કાદરી જીલ્લાનીની આગેવાની હેઠળ વિશાળ ઝુલુસ નીકળ્યુ
મોરબીમા હઝરત પીરાનેપીર (દસ્તગીર) જશને ગૌસે આઝમની અગિયારમીશરીફની ખુશીમા મોરબી નગર દરવાજાચોકથી ખાટકીવાસ સુધી શહેર ખતીબ હાજી અબ્દુલરશીદમીંયાબાપુ અને સિકંદરમિંયાબાપુ કાદરી જીલ્લાનીની આગેવાની હેઠળ વાજતે ગાજતે વિશાળ ઝુલુસ કાઢવામા આવ્યુ હતુ
આ ઝુલુસ દરમ્યાન આશીકે ગૌસીયા દ્રારા ઠેર ઠેર શબીલો રાખી ઠંડાપીણા લચ્છી તેમજ અવનવા ન્યાઝનુ વિતરણ કરી અગીયારમીશરીફની ખુશી મનાવી હતી અને શહેરમા ટ્રાફિક સમસ્યા હલ કરવા ટ્રાફિક પી.આઈની સુચનાથી ટ્રાફીક પોલીસની ટીમ ખડેપગે રહી હતી તેમજ એલ.સી.બી એસ.ઓ.જી એ ડિવિઝન પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ખડેપગે રહી ઝુલુસ દરમ્યાન ભારે જહેમત ઉઠાવી હતી