મોરબી મન્સુરી પીંજારા સમાજ રિલીફ કમીટી દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહન આપવા ભવ્ય સન્માન સમારોહ યોજાયો

મોરબી મન્સુરી પીંજારા સમાજ રિલીફ કમીટી દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહન આપવા ભવ્ય સન્માન સમારોહ યોજાયો

મોરબી મન્સુરી પીંજારા સમાજ કમિટીના સભ્યો દ્વારા કુટુંબ પરીચય પુસ્તક બુકનું વિમોચન કરીને બુક અંગે માહીતી આપી બહોળી સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપી

મોરબી મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે પીંજારા સમાજ મોરબી કુટુંબ પરીચય પુસ્તક બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું અત્રે યોજાયેલ પીંજારા સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધોરણ-૫થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં ઈકબાલભાઈ લિંગડીયા મનસુરી પીંજારા સમાજ રાજકોટ ઉપપ્રમુખ ડો.મનસુરભાઈ હાજીઈસ્માઈલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર) ડો.નદીમભાઈ રજાકભાઈ ઓડિયા (મેડિકલ ઓફિસર) હુશેનભાઈ હેરંજા રાજકોટ (એડવોકેટ) અને સુઝાનબેન સલીમભાઈ ઉમરેટિયા (સ્ટાફ નર્ષ) દરેક મહાનુભાવોએ હાજરી આપી શિક્ષણ વિશે માહિતગાર કર્યા હતા તેમજ મનસુરી પીંજારા સમાજના સેક્રેટરી ઈકબાલભાઈ ગનીભાઈ પીલુડિયાને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાન આપી તેમનું સન્માન કર્યું હતુ આ પ્રસંગે તેમના દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનો તથા સમાજના આગેવાનો તેમજ રિલીફ કમિટીના સભ્યો દ્વારા મનસુરી પીંજારા સમાજ મોરબીની કુટુંબ પરિચય બુકનું વિમોચન કરવામાં આવ્યુ જેમા સમાજ પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયાએ કુટુંબ પરિચય બુક વિશે માહિતી આપેલ અને તમામને અભિનંદન પાઠવ્યા હતા આમ રિલીફ કમિટીના દરેક સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજના આગેવાનોએ સાથે મળી વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવ્યો હતો આ તકે આમંત્રિત મહેમાનો તેમજ તમામ આગેવાનો શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ તમામ સખી દાતાઓની આભારવિધિ રિલીફ કમિટીના સહકન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા કરવામાં આવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here