માળીયામિંયાણા તાલુકાને વિભાજન કરવાની હિલચાલ સામે હજારો લોકોનો વિરોધ કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો

માળીયામિંયાણા તાલુકાને વિભાજન કરવાની હિલચાલ સામે હજારો લોકોનો વિરોધ કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો

માળીયામિંયાણા હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ હજારો લોકો મોરબી કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો

માળીયામિંયાણા તાલુકાને વિભાજન કરી જેતપર અને પીપળીયા ખાતે નવા તાલુકાઓ રચવાની હિલચાલને લઈને માળીયા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા માળીયા અને પંથકના હજારો લોકો મોટી સંખ્યામાં તાલુકો બચાવો અભિયાનમાં જોડાઈને મોરબી કલેકટર કચેરી ખાતે દોડી ગયા જ્યાં શાંતિપૂર્ણ વાતાવરણમાં કલેકટરને આવેદનપત્ર આપી વિભાજનનો વિરોધ નોંધાવ્યો હતો આ અંગે‌ માળીયા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા રજુઆતમાં જણાવ્યું હતું કે માળિયામિંયાણા અમારા માટે માત્ર એક તાલુકો નથી તે અમારી જન્મભૂમિ છે અમારા પૂર્વજોની વિરાસત છે અમારા બાળકોનું ભવિષ્ય છે અને અમારા હૃદયનો ધબકાર છે‌ અમને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ છે કે હાલ તાલુકાના ૪૬ ગ્રામ પંચાયતોમાંથી લગભગ ૨૮ ગ્રામ પંચાયતોને જેતપર તાલુકામાં અને બાકીની ૧૮ ગ્રામ પંચાયતોને પીપળીયા ચાર રસ્તા તાલુકામાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે આ નિર્ણય જો અમલમાં આવે તો માળીયા તાલુકો સંપૂર્ણ રીતે નાબૂદ થશે જે જનતા માટે અસ્વીકાર્ય છે માળીયામિંયાણા પ્રતિષ્ઠિત રાજવી પરિવારના વંશજ પૃથ્વીરાજસિંહજી કૃષ્ણકુમારસિંહજી જાડેજા દરબારગઢ એમને પણ આ પ્રસ્તાવ સામે તિવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે માળીયામિંયાણા અમારા માટે એક પવિત્ર ધરતી છે જ્યાં અમારા પૂર્વજોની મહેનત અને ત્યાગ વસે છે અગાઉ બ્રિટિશ રાજ હેઠળ જાડેજા રાજપૂત વંશનું રજવાડું હતું ૧૯૪૮માં ભારતીય સંઘમાં વિલીનીકરણ પછી તાલુકા મુખ્ય મથક તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું આ તાલુકો ૪૬ ગ્રામ પંચાયતો અને લગભગ એક લાખ વસ્તી ધરાવે છે જ્યાં ઓબીસી સમુદાયો ખાસ કરીને મિંયાણા સમાજ પેઢીઓથી સૌહાર્દપૂર્વક રહે છે અમારા પૂર્વજોએ આ ધરતીને ખૂન-પસીનો સીચીને લડત આપી છે અને આપતા રહેશુ તેના ઐતિહાસિક ગઢ અને સાંસ્કૃતિક પરંપરાઓ અમારા હૃદયમાં વસે છે વર્ષો પહેલા ગ્રામ સભા અથવા લોકશાહી ચર્ચાનો સંપૂર્ણ અભાવ હતો હાલ માળીયા તાલુકાને નાબુદ કરી માળીયા ગામની જનતાને કેન્દ્રથી માત્ર ૧૫ થી ૨૫ કિલોમીટર દૂર જેતપર અથવા પીપળીયા ચાર રસ્તા સાથે જોડવાથી નાગરિકોની રોજિંદી મુસાફરી ખર્ચ અને સમયમાં વધારો થશે જે અમારા ગરીબ અને ગ્રામીણ વસ્તી માટે અસહ્ય કષ્ટ છે રાજાશાહી વખતથી વર્ષોથી તાલુકો બની રહેલા તાલુકાને હવે નવા તાલુકા બનાવી તેમાં સમાવેશ કરશો કેટલો યોગ્ય નિર્ણય કહેવાય તેવો મુર્ખતા ભર્યો નિર્ણય માળીયા તાલુકાની પ્રજામાં આંખની કણાની જેમ ખટકે છે જે નિર્ણયની ગંધ પ્રજાને આવી જતા વિભાજનના આક્ષેપ સાથે હજારો લોકોએ વિરોધ નોંધાવી મોરબી કલેકટર કચેરી ખાતે દોડી જઇને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ત્યારે વિભાજનની વાતને લઈને માળીયાની પ્રજાનો વિરોધ વ્યાજબી છે કેમ કે જો માળીયા તાલુકાનું વિભાજન થાય તો હેડક્વાર્ટર બદલીને જેતપર તથા પીપળીયા રાખવાની દરખાસ્તની ગંધ આવતા જબરો વિરોધ થઈ રહ્યો છે જેને જન સમર્થન સાથે પ્રતિસાદ મળતા આગામી સમયમાં જો કોઈ પ્રકારની હિલચાલ થશે તો કોર્ટના દ્વાર ખખડાવીને તાલુકો બચાવો જન આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે આઝાદી બાદ આ સ્ટેટ સરકારને સોંપ્યું હતું જેટલા રજવાડાના હેડક્વાર્ટર હતા તે તમામને આઝાદી બાદ જિલ્લા અથવા તાલુકા બનાવાયા છે હેડક્વાર્ટર ફરે તો તાલુકા લેવલની રેફરલ હોસ્પિટલ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી પોલીસ મથક સહીતની સરકારી કચેરીના સ્થળો બદલાઈ જાય જેથી પોતાનું ઘર કોને છોડવું ગમે જેવો ઘાટ તાલુકા વિભાજન પછી સર્જાય અને સ્થાનિક પ્રજાને દુર કામગીરી માટે જવું પડે તે માળીયાની પ્રજાને મંજૂર નથી માળીયા આજે ૭૫ વર્ષ પછી પણ પ્રમાણમાં પછાત તાલુકો છે તેમા પણ આવો મનઘડત નિર્ણય લેવામાં આવે તો માળીયા સાવ પડી ભાંગશે અને જિલ્લાથી ૨૦ કિમિ અંતરે તાલુકો બનાવવો યોગ્ય નથી તેના ઉપર પણ ફોકસ કરીને સરકારે વિચારવા જેવી બાબત છે આમ માળીયા તાલુકો બચાવો આંદોલનને સમર્થન આપી વિશાળ જન સમુદાય એકત્રિત થયો તે સરકારને યોગ્ય નિર્ણય કરવા તરફ કેન્દ્રિત થાય તેવું સૌ કોઈની માંગ છે અન્યથા જન આંદોલન થવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે આજરોજ તાલુકો બચાવો આંદોલનમાં સામાજિક કાર્યકરો આગેવાનો માળીયાના પ્રતિષ્ઠિત રાજવંશના વારસદારશ્રી પૃથ્વીરાજસિંહજી સાહેબના સમર્થનથી શાંતિપૂર્ણ વાતાવરણમાં આવેદનપત્ર આપ્યું હતું જેમાં ધર્મગુરૂ સૈયદ સાદાત અહેલેબેત સહીતના મહાનુભાવોએ સમર્થન આપ્યું તે બદલ આભાર વ્યક્ત કરીને આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયેલા જન સમુદાયે હિત રક્ષક સમિતિએ ધન્યવાદ આપી આભાર વ્યક્ત કર્યો હતો આ આંદોલન સૌના અભિમાન સમાન તાલુકાને નાબુદ કરવાની હિલચાલ સામે પ્રેરીત હતું જેને બહોળી સંખ્યામાં લોકોએ જન સમર્થન આપ્યું હતું

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here