માળીયામિંયાણાના પ્રાથમિક આરોગય કેન્દ્ર સરવડના ૮ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ૬ માસ સુધી નાનજીભાઈ કરશનભાઇ સુરાણી  એલ. ગ્રુપ દ્વારા દતક લેવામાં આવ્યા 

માળીયામિંયાણાના પ્રાથમિક આરોગય કેન્દ્ર સરવડના ૮ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ૬ માસ સુધી નાનજીભાઈ કરશનભાઇ સુરાણી  એલ. ગ્રુપ દ્વારા દતક લેવામાં આવ્યા 

કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્ર હેઠળના ટી.યું ટીબીના દર્દીઓને છ માસ સુધી પોષણયુકત આહાર માટે દતક લેવાયા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાન ને વેગ મળી રહે અને મોરબી જિલ્લા નો માળીયા તાલુકો ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે માળીયા તાલુકાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડી.જી. બાવરવા,પ્રા.આ.કેન્દ્ર સરવડ ના મેડિકલ ઓફિસર ડો.વિવેક દાવા તેમજ પ્રા.આ.કેન્દ્ર ટીમ સરવડ દ્વારા અપીલ કરવામાં આવી હતી.જેના થી પ્રેરીત થઈ ને માનનીય પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્ન ને સાકાર કરવા આગેકુચ કરીને આ પ્રસંગે નાનજી ભાઈ કરશનભાઇ સુરાણી, તેમજ તેના પુત્ર અનિલ નાનજીભાઈ સુરાણી  L ગ્રુપ દ્વારા માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સરવડના ૮( પેશન્ટને) પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ૬ મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી હતી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here