
મોરબી સીવીલ હોસ્પીટલમા દર માસે ૫૦૦ જેટલી મહિલા ડિલિવરીમા પંદર નર્સિંગ સ્ટાફ ખડેપગે રહી સરાહનિય કામગીરીથી દર્દીઓમા ખુશી ફેલાઈ
મોરબી સીવીલ હોસ્પીટલમા એન્ટીનેટન રુમમા અધતન સુવિધા સાથે સ્ગર્ભા મહિલાઓની સારવારથી મહિલાઓમા ખુશીની લહેર
મોરબી સીવીલ હોસ્પીટલમા સ્ગર્ભા મહિલાઓની તપાસ ડિલિવરી માટે પ્રાઈવેટ હોસ્પીટલો કરતા પણ અધતન સુવિધા અને સારવાર આપવામા આવતી હોવાની મહિલાઓ દ્રારા ચર્ચા કરવામા આવી રહી હતી ત્યારે સીવીલ સરકારી હોસ્પીટલ હોવા છતા ડો.દુજરેજીયાની સુચનાથી સ્ગર્ભા મહિલાઓની દેખરેખ સારવાર અને શરીરની કાળજી રાખવા માટે પંદર જેટલો નર્સિગ સ્ટાફ હમેશા ખડે પગે રહે છે અને પ્રાઈવેટ હોસ્પીટલમા પચ્ચાસ હજાર જેટલો ખર્ચ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પરવડે તેવુ ન હોવાથી સીવીલ હોસ્પીટલે દોડી આવે છે અહિ દરમાસે ચારસો જેટલી નોર્મલ તેમજ સિજરીંગ ડિલિવરી થાય છે તેમજ તાજા જન્મેલા નવજાત શીશુને સારવારની જરુર પડે તો ઓકસીજન તેમજ કાચની પેટીમા રાખી સારવાર કરી તાજા જન્મેલા બાળકોના જીવ બચાવ્યાના અનેક દાખલાઓ છે એટલે સરકારી અને મફત સારવાર હોય તો ત્યા ધ્યાન આપવામા નહી આવે તેવુ દરેક દર્દીઓ મગજમાથી વહેમ કાઢી નાખે અને એકવાર સીવીલ હોસ્પીટલમા સારવાર કરાવે તે જરુરી છે























