
મોરબીમા પરણિતાને ત્રાસ આપવાના ગુન્હામા સેશન્સ કોર્ટમા અપીલ રદ કરી રીસ્પોન્ડન્ટસઓને છોડી મુકવાનો હુકમ “કાયમ” રાખવાનો હુકમ ફરમાવયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં-૧૦૮/૨૦૧૪ થી ભારતીય દંડ સહીતાંની કલમ-૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક સહીતાની કલમ-૩ તથા ૭ મુજબનો ગુન્હો તારીખ:- ૧૨/૦૬/૨૦૧૪ ના રોજ નોંધાયા બાદ ગુનાની તપાસ અમલદારને સોપતા તેની તપાસ કરી, લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઈ. (૧) ધર્મેશભાઈ સુખરામભાઈ રામાનુજ તથા (૨) સવિતાબેન સુખરામભાઈ રામાનુજ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવી હતી
ત્યારબાદ એડીસનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ, ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ફોજદારી કેસ નંબર:-૩૦૭૦-૨૦૧૪ થી રજીસ્ટ્રર થયેલ હતો આ કામના આરોપીઓ સદર ગુન્હાની ઈન્સાફી કાર્યવાહી એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ, ફર્સ્ટ કલાસની કોર્ટમાં ચાલી જતા મુળ આરોપીઓને ભારતીય દંડ સહીતાંની કલમ-૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા દહેજ પ્રતીબંધક સહીતાંની ધારા કલમ-૩ તથા ૭ મુજબના ગુન્હા સબબ શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ આંક-૩૪ હેઠળ ના:-૩૦/૦૪/૨૦૧૮ ના રોજ ફરમાવવામાં આવેલ હતો
હુકમથી નારાજ થઈ સરકારશ્રી તરફે હાલની આ ફોજદારી અપીલ મોરબીના મહે. બીજા એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ફોજદારી અપીલ નં.-૭૫/૨૦૧૯ થી રજીસ્ટ્રર કરવામાં આવેલ અને હાલની આ ફોજદારી અપીલ નં.-૭૫/૨૦૧૯ દાખલ થતા રીસ્પોન્ડન્ટસઓને નોટીસ કરતા રીસ્પોન્ડન્ટસ ઓ તેમના તરફે ધારાશાસ્ત્રી શ્રી માધુરી જે. સોઢા એડવોકેટ માફર્તે હાજર થયેલ ત્યારબાદ આ અપીલ ચાલી જતા મુળ ફરીયાદી પક્ષ તરફથી સાહેદો તથા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ હતા અને સદરહુ કેસ ચાલી જતા હાલની અપીલના કામે મુળ ફરીયાદ મુજબ બંન્ને પક્ષના વકિલશ્રીઓએ અપીલ મેમોમાં જણાવ્યા મુજબ રજુઆત કરવામાં આવેલી અને દલીલો કરવામાં આવેલ, રીસ્પોન્ડન્ટ નંબર-૧ તથા નંબર-૨ મારફતે લેખીત દલીલો રજૂ કરવામાં આવેલી ત્યારબાદ મુળ ફરીયાદી દ્વારા ફાઈલ બોર્ડપર લેવાની અરજી આપી મુળ ફરીપાદી દ્રારા લેખીત દલીલ રજુ કરવામાં આવેલ અને બંને પક્ષકારોના પુરાવાઓ ધ્યાને લઈ અને દલીલ તથા મૈખીક રજુઆત ધ્યાને લઈને નામદાર કોર્ટે તા:- 10/12/2025 ના રાજ આખરી હુકમ કરવામાં આવ્યો
મોરબી મહે. બીજા એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ફોજદારી અપીલ નં.-૭૫/૨૦૧૯ આથી “ના મંજુર” યાને કે “રદ” કરવાનો હુકમ કરવામાં આવેલ છે. અને મોરબીના એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ, ફર્સ્ટ કલાસની કોર્ટ ફોજદારી કેસ નં.-૩૦૭૦/૨૦૧૪ ના કામે આંક-૩૪ તળે તા:-૩૦/૦૪/૨૦૧૮ ના રોજ હુકમ કરી આ કામના રીસ્પોન્ડન્ટ/મુળ આરોપીઓને ભારતીય દંડ સહીતાંની કલમ-૩૨૩, ૪૯૮(ક), ૫૦૪, ૫૦૬(૨) સાથે વાંચતા કલમ-૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૩ તથા ૭ મુજબના ગુન્હાના કામે પુરતા પુરાવાના અભાવે અને અપુરતી તપાસના કારણે શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે તે હુકમ “કાયમ” રાખવાનો હુકમ કરવામાં આવે છે. રીસ્પોન્ડન્ટસ નંબર-૧ તે ધર્મેશભાઈ સુખરામબાઈ રામાનુજ તથા રીસ્પોન્ડન્ટસ નંબર-ર તે સવિતાબેન સુખરામભાઈ રામાનુજના વિકલ તરીકે માધુરી જે. સોઢા રોકાયેલ હતા.























