
મોરબીમા ભારતી વિધાલયમા અખિલ વિશ્ર્વ ગાયત્રી પરીવાર- શાંતિકુંજ દ્રારા સંચાલિત ગાયત્રી ચેતના કેન્દ્ર આયોજીત વ્યસન મુકિત મહા અભિયાન કાર્યક્રમ યોજાયો
મોરબી સામાંકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર – શાંતિકુંજ દ્વારા સંચાલિત ગાયત્રી ચેતના કેન્દ્ર – મોરબી આયોજિત ” વ્યસન મુક્તિ મહા અભિયાન ” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય વક્તા શ્રી શૈલેષભાઈ ભટ્ટ સાહેબ ( DY.DDO ) વાત્સલ્યભાઈ ગડારા અને જીતેન્દ્રભાઈ સાણજા હાજર રહ્યા હતા.જેમાં ભટ્ટ સાહેબે દરેક વિધાર્થીઓને વ્યસન મુક્તિ અભિયાન થી વાકેફ કરેલ તેમજ કઈ રીતે વ્યસન મૂકી શકીએ તે બાબતે ચર્ચા કરેલ.તેમજ શાળાના દરેક બાળકોને સંકલ્પ પણ લેવડાવેલ કે હું વ્યસન કરીશ નહીં અને બીજાને વ્યસન મુક્ત કરીશ તેવુ જણાવ્યુ હતુ
આ કાર્યક્રમના અંતમાં શાળા પ્રમુખ શ્રી હિતેશભાઇ મહેતાએ વ્યસનથી પરિવારને થતી આર્થિક અને શારીરિક નુકસાની વિશે માહિતી આપી આ ભવ્ય કાર્યક્રમમા શાળા સંચાલક શ્રીકૌશલભાઈ મહેતાએ આવેલ તમામ ગાયત્રી પરિવારના સભ્યોનો આ વ્યસન મુક્તિ અભિયાનની માહિતી આપીને જાગૃતતા ફેલાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો























