મોરબી પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં મોરબી જિલ્લામાં સૌથી ચકચારી ટ્રક વડે મહિલાને કચડી નાખી મૃત્યુ નિપજાવવાના કેસના આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણનો જજશ્રી શ્રીવાસ્તવ સાહેબનો ઐતીહાસીક ચુકાદો આરોપી નિર્દોષ જાહેર

મોરબી પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં મોરબી જિલ્લામાં સૌથી ચકચારી ટ્રક વડે મહિલાને કચડી નાખી મૃત્યુ નિપજાવવાના કેસના આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણનો જજશ્રી શ્રીવાસ્તવ સાહેબનો ઐતીહાસીક ચુકાદો આરોપી નિર્દોષ જાહેર

મોરબી સીટી એ ડીવી પોલીસ તા. ૩૧/૦૧/૨૦૨૪ના રોજ ફરીયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીએ પોતાના હવાલાનુ ટ્રક જેનો રજીટ્રર નંબર જીજે-૦૧-એક-૩૩૮૮ વાળ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી બેદરકારીથી ફરીયાદીના પત્નિ સાહેદને ટકકર મારી પાડી દઈ માથામાં પાછળના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવી આરોપીએ ગુનો કરેલ બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણ નાઓની ધરપડ કરી આરોપી વીરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૨૭૯,૩૦૪ (એ) તથા એમ.વી. એકટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી વતી મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગૈચાણીયા રોકાયેલા હતા

આ કામે ફરીયાદી પક્ષે ફરીવાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોક્ટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે સાહેદોના સી.આર.પી.સી. કલમ-૧૬૪ ના નીવેદનો લીધેલા છે અને બનાવ સ્થળેના સી.સી.ટી.વી. કુટેજ પણ લેવામાં આવેલ હોય તથા નજરે જોનાર સાહેદોના નિવેદનો પણ લેવામાં આવી હોય તેમ છતા પણ ફરીયાદ પક્ષ તેનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ નીવડેલ છે અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ કામે તપાસ કરનાર અધીકારી એ આ જે તેનો કોઈ આધાર પુરાવો આ કામે રજુ રાખેલ નથી તેમજ તપાસ કરનાર અધીકારીએ બનાવ સ્થળેના સી.સી.ટી.વી. ફુટેજ રજુ રાખેલ છે તેમાં પણ આરોપી ટ્રક ચલાવતા હોય તેવુ સ્પષ્ટ પણે જણાય આવતુ નથી જેના આધારે આરોપીને સજા ન થઈ શકે . બચાવ પક્ષે વધુ દલીલ કરવામાં આવેલ કે શંકા કયારેય સાબીતીનુ સ્થાન ન લઈ શકે તેમજ નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે કોઈ પણ કેસમાં મોટીવ સાબીત કરવો જ પડે તોજ સજા થઈ શકે આમ બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના અનેક ચુકાદા રજૂ કરેલ તે તમામ ચુકાદા તથા દલીલોને માન્ય રાખી તથા ઉપરોક્ત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ તેમજ એવુ પણ નોંધેલ કે ફરીયાદ પક્ષના કેસમાં ઘણી વખત ખામી રહેલ હોય જેથી આરોપીને સજા થઈ શકે નહી. આરોપી તરફે મોરબી જીિલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here