
માળીયા મિંયાણા રેફરલ હોસ્પીટલમા પોપાનુ,રાજ ઓ.પી.ડી વિભાગમા સ્ટાફ કર્મચારીઓ રહેતા હોવાની જોરદાર લોકચર્ચા
માળીયા મિંયાણા તાલુકાની એકમાત્ર રેફરલ હોસ્પીટલ શોભાના ગાઠીયા સમાન ગરીબ દર્દિઓની સારવારના બદલે મોરબી રિફર કરી દેવાતા હોવાની લોકચર્ચા
મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાની એકમાત્ર સરકારી રેફરલ હોસ્પીટલ શોભાના ગાઠીયા સમાન બની હોવાથી ગરીબ દર્દીઓને સામાન્ય બિમારીની સારવાર માટે મોરબી રિફર કરી દેવામા આવતા હોવાની લોક ફરિયાદ ઉઠી છે ત્યારે આ અશિક્ષિત ગરીબ દર્દીઓના પરીવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે
તેમજ છેલ્લા ત્રણેક વર્ષથી ઓપીડી વિભાગમા સારવારના બદલે નર્સિંગ સ્ટાફ ઓપીડી વિભાગમા રણેણાંક બનાવી રહેતા હોવાની લોકચર્ચા જાગી છે ત્યારે આ સરકારી રેફરલ હોસ્પીટલનો સ્ટાફ અને ડોકટરો પણ સમયસર હાજર નહી રહેતા હોવાની અને મજા પડે તેવા ખોટા બીલો રજુ કરતા હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહયુ છે ત્યારે હાલે સુપ્રિટેન્ડન પણ કાયમી નથી ચાર્જ પર હોસ્પીટલ ચાલતી હોવાથી ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોવાની લોક ફરીયાદ ઉઠી છે























