
મોરબીના શ્રી અણીયારી પ્રાથમિક શાળા ખાતે એક અનોખો સ્ટ્રીટ ફૂડ કાર્નિવલ યોજાયો અણીયારી ગામના લોકોએ સ્વાદિષ્ટ પાણીપુરી ભુંગળા બટેટાનો માત્ર ૧૦ રૂપિયા આપીને મોજ માણી શાળા સ્ટાફની ઉતમ કામગીરીથી ગ્રામજનો ખુશ



મોરબી તાલુકાના અણીયારી ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે અનોખો સ્ટ્રીટ ફુડ કાર્નિવલ યોજાયો હતો જેમાં અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં આવી હતી જેનો શાળાના દરેક બાળકો અને ગ્રામજનોએ લાભ લઈને પાણીપુરી ભુંગળા બટેટા સહીતની સ્વાદિષ્ટ વાનગીઓની મોજ માણી હતી સમગ્ર આયોજન અણીયારી પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ લોરીયા અને શિક્ષક ટીમની જહેમતથી કાર્નિવલ યોજાયો હતો જેમા શાળા પરીવારના કમલેશભાઈ બિમલભાઈ વીણાબેન અરુણાબેન માધવીબેન અને આ શાળામાં ભણી ગયેલી ગામની દીકરીઓના સહયોગથી કાર્નિવલનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાણીપુરી ભુંગળા બટેટા સહીતની સ્વાદિષ્ટ વાનગીઓ બાળકોએ અને ગ્રામજનોએ માત્ર રૂ. ૧૦માં ચટપટી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો સ્ટ્રીટ ફૂડ કાર્નિવલનો હેતુ બાળકોમાં સમૂહ ભાવના વધે નાણાંકીય વ્યવહારની સમજ વધે ઓછા ખર્ચે વધુ ભોજન સ્વાદિષ્ટ નાસ્તો કેવી રીતે બને સહીતની જાણકારીની સાથે સૌ માહીતગાર થાય તેવા હેતુ અનોખો સ્ટ્રીટ ફુડ કાર્નિવલ યોજાયો હતો આ આયોજન થકી આપણી સંસ્કૃતિના સ્વાદનો પરિચય થાય કાઠીયાવાડી વાનગીથી સૌ કોઈ પરીચિત થાય કાઠિયાવાડી સ્વાદની અનુભુતિ થાય તે માટે અણીયારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા અનોખો સ્ટ્રીટ ફુડ કાર્નિવલનુ આયોજન કરવામાં આવ્યું હતુ સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળા પરીવારે ખાસી જહેમત ઉઠાવી હતી અને સ્વાદિષ્ટ પાણીપુરી ભુંગળા બટેટા જેવી વાનગીને જમી ગ્રામજનો અને ખાસ કરીને બાળકોને તો મોજ પડી ગઇ હતી આ કાર્નિવલને ગ્રામજનો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


























