
મોરબી બાર એશોસિએશનની ચુંટણીમાં એકટીવ પેનલની જીતની ખુશીમાં ભવ્ય ડિનર પાર્ટીનુ આયોજન
મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની એકટીવ પેનલની જીત બાદ જશ્ન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ સેશન્સ જજશ્રીઓ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વાઈસ ચેરમેનશ્રી દિલિપભાઈ પટેલ અને રાજકોટ બારના પ્રમુખશ્રી સુમિતભાઈ વોરા સહિતનાઓએ આપી હાજરી
મોરબી બાર એશોસિએશનની ચુંટણીમાં પ્રમુખશ્રી દીલીપભાઈ અગેચાણીયા ઉપપ્રમુખશ્રી દીપકભાઈ પારેધી અને સેક્રેટરી ધૃવિલ ભીમાણીની બિનહરીફ વરણી થયા બાદ ચુંટણીમાં જીતેન્દ્ર ડાયાભાઈ સોલંકી (જે.ડી.સોલંકી)ની જંગી બહુમતીથી જીત થતા એકટીવ પેનલની જીતની ખુશીમાં મોરબી ન્યાયમંદિરના પટાંગણમાં ભવ્ય ડિનર પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમમાં મોરબી ન્યાયમુર્તિશ્રી પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિકટ જજશ્રી પી.વી.શ્રીવાસ્તવ સાહેબ એડિશનલ સેશન્સ જજશ્રી કે.આર.પંડયા સાહેબ તથા જજશ્રી એ.આર નાંદપરા સાહેબ તેમજ ફેમિલિ કોર્ટના જજશ્રી પી.વી.જોષી સાહેબ તેમજ જે.જે જોષી બાર એશોસિએશન ઓફ ઈન્ડીયાના વાઈસ ચેરમેનશ્રી દિલિપભાઈ પટેલ અને રાજકોટ બાર એશોસિએશનના પ્રમુખશ્રી સુમીતભાઈ વોરા સરકારી વકિલ વિજયભાઈ જાની તેમજ એન.ડી.કારીયા સાહેબ તથા માળીયામિંયાણાના જજશ્રી સિંધ સાહેબ ડી.એલ.એસ.એ જજશ્રી ડી.એ.પારેખ સાહેબ-જજશ્રી સી.વાય જાડેજા સાહેબ જજશ્રી જે.જે.ગઢવી સાહેબ જજશ્રી બી.વી સંચાણીયા સાહેબ સહિતના આમંત્રિત મહેમાનો અને ચંદ્રશેખર પંડયા અને છોટે અભિતાબ બચ્ચન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામનુ પુષ્પગુંજથી સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ ક્ષત્રિય સમાજ દ્રારા જજશ્રીઓ અને પ્રમુખશ્રીનુ પાઘડી અને સાલથી સન્માન કરવામાં આવ્યુ હતુ આ ભવ્ય કાર્યક્રમમાં નિવૃત્ત સ્નેનોગ્રાફર શૈલેશ કારીયા રાજકોટથી સ્પેશ્યલ એંકરીંગ કરવા આવી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા તમામ વકિલશ્રીઓ અને વિજેતા એકટીવ પેનલ ટીમે શૈલેશ કારીયાનો આભાર માન્યો હતો




































