
મોરબીમા ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ભવ્ય ભારતી સંકલ્પ દિવસ
મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં અંગ્રેજી વર્ષના પ્રથમ દિવસને ~Happy New Year~ ની જગ્યાએ ભારતી સંકલ્પ દિવસ તરીકે ઉજવાયો.જેમાં શાળાના દરેક વિધાર્થી અને શિક્ષકોએ પોતાના જીવનના ઉચ્ચ સપનાને સાકાર કરવા માટે દ્રઢ સંકલ્પ લીધો અને તે સંકલ્પને પૂર્ણ કરવા માટે તે શું મહેનત કરશે ? તેની પણ લેખિત નોંધ કરેલ.તેની સાથે સામૂહિક દરેકે પોતાના માતા – પિતા અને ગુરુજીને અને વડીલોને હર હંમેશ આદર સત્કાર કરશે તેમજ એવું એક પણ કાર્ય નહીં કરે કે જેથી તેના કુળ – સમાજ – દેશને લાંછન લાગે જેવો કટિબધ્ધ સંકલ્પ લીધેલ.શાળાના સંચાલક શ્રી કૌશલભાઈ મહેતાએ પશ્ચિમી દેશોના તહેવારનું અનુકરણ કરવા કરતાં આપણી અમૂલ્ય ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા અને જાળવી રાખવા માટે દરેક વિધાર્થી અને શિક્ષકોને માહિતી આપેલ.શાળા પ્રમુખ શ્રી હિતેશભાઇ મહેતાએ આપણી ભારતીય સંસ્કૃતિ વિદેશી સંસ્કૃતિ થી શા માટે વધુ ચડિયાતી છે તેની સવિશેષ માહિતી આપેલ સાથે તમામને વિદેશી સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે અપીલ કરેલ.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી

























