
મોરબી વાવડીરોડ પર માધાપર શેરીમા રોડ બનાવવા ખાડા ખોદી કોન્ટ્રાકટરો રફુચકકર થતા લતાવાસીઓએ પરીવાર સાથે કર્યો ચકકાજામ
મોરબી ટ્રાફિક પોલીસની ટીમે મહાનગરપાલીકા સાથે વાતચિત કરી મામલો થાડે પાડયો
મોરબી વાવડીરોડ પર આવેલ માધાપર શેરીમા મહાનગરપાલિકાના નિંભર કોન્ટ્રકટરો છેલ્લા અઢી થી ત્રણ મહિનાથી રોડ બનાવવા માટે ખાડા ખોદી રફુચકકર થય જતા લતાવાસીઓને ભારે મુશકેલીનો સામનો થતો હોવાથી લતાવાસીઓ ભાઈઓ બહેનો પોતાના પરીવાર સાથે રોઠ પર ઉતરી આવી રોડ ચકકાજામ કરી ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો
આ રોડકામથી ખોદાયેલા ખાડાથી લતાવાસીઓને જીવના જોખમનો સામનો કરવો પડતો હોય તેમજ સ્કુલે જતા બાળકોને લેવા મુકવાની ખુબજ મુશકેલી વેઠવી પડતી હોવાથી લતાવાસીઓમા ભારે રોષ ફેલાયો હતો વારંવાર મૌખીક રજુઆતો કરવા છતા તંત્રે આખ આકા કાન કરતા લતાવાસીઓ પરીવાર સાથે રોડ પર ઉતરી આવી ચકકાજામ કર્યુ હતુ
આ વાવડીરોડ પર ચકકાજામ થતા ટ્રાફિકજામ સર્જાતા ટ્રાફિક પી.આઈ. એચ.વી ધેલા તેમજ ટ્રાફિક પી.એસ.આઈ ઠકકર લાતી પોલીસ ચોકીનો સ્ટાફ બનાવ સ્થળે પહોચી પાલીકાના કમીશ્નર સાથે બનાવની ચર્ચા કરી સંતોષકારણ આશ્ર્વાસન આપી સત્વરે રોડનુ કામ ચાલુ થય જાશે તેવી ખાત્રી આપી મામલો થાડે પાઠયો હતો


































