
મોરબી જીલ્લાના હળવદમા અપહરણ બળાત્કાર અને પોકસોના આરોપીના જામીન મંજુર કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ
મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જીલ્લાના બરોજ કસઠ ગામના આરોપી અર્જુન દુતીયાભાઈ નાયકા પર મોરબીના હળવદ પોલીસ સ્ટેશને આઈપીસી કલમ ૩૬૩.૩૬૬.૩૭૬ (૨) (એચ) (એન) અને પોકસો એકટની કલમ ૪.૫. (એલ) (કયુ) ૬ મુજબનો આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધાતા અર્જુન નાયકાની પોલીસે ધરપકડ કરી કોર્ટમા રજુ કરાતા આરોપીને જેલ હવાલે કર્યો હતો
છોટાઉદેયપુર જીલ્લાના બરોજ ગામથી ગુજરાતમા હળવદ તાલુકામા વાડીએ મજુરી કરવા આવતા ભોગબનનાર સાથે આરોપીની મુલાકાત થતા બન્નેની આંખ મળી જતા સબંધ બંધાતા આરોપી વિરુધ્ધ ગુન્હો દાખલ થયો હતો ત્યારે આરોપીએ મોરબીના વકીલશ્રી રજાક બુખારી જતીન હોથી મારફતે મોરબી પોકસોની સ્પેશીયલ કોર્ટમા જામીન અરજી દાખલ કર્યા બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમા એડવોકેટશ્રી સાવન મોધરીયા મારફતે જામીન અરજી દાખલ કરતા ગુજરાત હાઈકોર્ટમા વકીલશ્રી સાવન મોધરીયાની સચોચ અને ધારદાર દલીલોને ધ્યાને રાખી નમદાર ગુજરાત હાઈકોર્ટે રુપિયા દશ હજારના શરતી જામીન પર આરોપીને જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો આ કેશમા આરોપીના એડવોકેટ તરીકે સાવન મોધરીયા રજક બુખારી અને જતીન હોથી રોકાયેલા હતા