
કચ્છના મિરઝાપુરના ચંદ્રિકાબેન ગોહિલ આંગણવાડી મારફતે મળતા પોષણયુકત આહારમાંથી વિવિધ
વાનગી બનાવી પોતે અને તેના માશુમ બાળકને પોષણ પુરુ પાડે છે
ગુજરાત સરકાર માતા અને બાળકોની ચિંતા કરીને માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડી મારફતે પોષણયુકત આહાર પુરો પાડી રહી છે. જેના કારણે એક ધાત્રી માતાને જરૂરી તમામ પ્રકારના પોષકતત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે એવું મિરઝાપરના ચંદ્રિકાબેન ગોહિલે જણાવ્યું હતું .
વધુમા ચંદ્રિકાબેને જણાવ્યુ હતુ કે ઉપરોકત યોજના હેઠળ મળતા તુવેરદાળ, ચણા, તેલ તથા બાલશક્તિ ભોગમાંથી હું વિવિધ વાનગી બનાવું છું મારું બાળક આહાર લેતું થયું છે તો સાથે તેને પણ બાલશક્તિ લોટમાંથી વાનગી બનાવીને જમાડું છું. સરકારના કારણે ડિલીવરી પહેલા કે બાદ મને પણ કોઇ સમસ્યા નથી સર્જાઇ તથા મારા બાળકનો ઉછેર પણ યોગ્ય રીતે થઇ રહ્યો છે. આ બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરું છું