
માળીયા મિંયાણાના જશાપરના છ માસથી ગુમ અસ્થિર મગજના નાથાભાઈ ભરવાડને આર્મીમેને સોશ્યલ મીડીયાના માધ્યમથી પરીવાર સાથે મીલન કરાવ્યુ
માળિયા મિંયાણા તાલુકાના જસાપર ગામના અસ્થિર મગજના વ્યક્તિ નાથાભાઇ ઘેલાભાઈ ભરવાડ આશરે છેલ્લા છ એક મહિનાથી લાપતા હતા જેનો તારીખ ૨-૬-૨૦૨૩ ના રોજ વોટશેપ ગ્રુપમાં એક મેસેજ વાયરલ થયો આ ભાઈ હિમાચલ પ્રદેશ ના કીનોર જિલ્લા ના તાલુકો પુહ માં રસ્તા પર રોડ પર ચાલતા જતા હતા તે જગ્યાએ મારી ડયૂટી છે ત્યારે આ ભાઈએ મારી પાસે ખાવાનું માંગ્યું તો આર્મી મેન ગુજરાતી હતા અને ભાષા સમજી ગયા એટલે તેને ખાવા પીવા આપ્યું અને તેને તેનું નામ સરનામું પુછીયું તો આ અસ્થિર મગજના વ્યક્તિ એ પોતાનું નામ નાથાભાઇ ઘેલાભાઈ રાવા અને જસાપર ગામ તાલુકો માળિયા મી અને મોરબી જિલ્લો જણાવ્યું એટલે તે આર્મીમેને આ મેસેજ ગુજરાતના ગ્રુપઓમાં વાયરલ કર્યો અને તે મેસેજ જસાપર ગામના ગ્રુપમાં આવ્યો તે મેસેજમાં ગુજરાતી આર્મી જવાન ના નંબર હતા જસાપર ગામના યુવાનો એ તેનો સંપર્ક સાધ્યો આર્મીજવાન સાથે વાત કરી આર્મી જવાને જણાવ્યું કે આ ભાઈ ભાગ ભાગ કરે છે ઉભા રહેતા નથી એક તરફ ચાઈના બોર્ડર છે અને એક તરફ બર્ફીલો પહાડી ઇલકો છે આ ભાઈ ચાલીયા ગયા તો આનો પતો નય લાગે એટલે જસાપર ગામના નિર્મલભાઈ કાનગડ તેને ત્યાંની પોલીસ સ્ટેટ્સને જમા કરવાનું જણાવેલ તો આર્મી જવાને ત્યાં પોલીસ સ્ટેશનમાં નાથાભાઇ ને જમા કરાવેલ અને ત્યાંના પોલીસ સ્ટેશનના થાણા અધિકારીએ જસાપર ગામના યુવાનો ને જણાવેલ કે તમે લોકો લેવા આવતા હોય તો હું આને ત્રણ ચાર દિવસ મારા પોલીસ સ્ટેશનમાં રાખું છું
રાત્રે જસાપર ગામના યુવાનો નાથાલાલને લેવા માટેના આયોજન માં ભેગા થયા લેવા જવા માટે ચાર વ્યક્તિ ત્યાર થયા ધીરુભાઈ એચ કાનગડ નિર્મળભાઈ એમ કાનગડ રાજેશભાઈ એમચાવડાવનરાજભાઈ એમ ચાવડા ચાર આહીર યુવાનો તારીખ ૩-૬-૨૦૨૩ ના રોજ સવારે પોતાની પ્રાઈવેટ ગાડી લઈ લેવા માટે રવાના થયા અને તારીખ ૮-૬-૨૦૨૩ના રોજ નાથાલાલને જસાપર પરત લાવ્યા ત્યાંના ખરાબ અને અતિ ભયંકર પહાડી રસ્તા અને હવામાન અને જસાપર ગામથી ૧૭૮૦ કિમિ દૂર હોવા છતાં આ ચાર આહીર યુવાનો એ ત્યાંથી નાથાલાલ ને પરત લાવી અને સાર્થક કરી બતાવ્યુંઆર્મી જવાન રાશિકભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર હાલ પૂહમાં આર્મી પોલિસમાં ફરજ બજાવે છે તેને આ બાબતમાં સારી સેવા આપી