મોરબીમા પ્રસંગમાં ગયેલા પરિવારના રેઢા ઘરમાંથી મોટો દલ્લો ઉસેડીને મહારાષ્ટ્ર ભાગી ગયેલા ચોકીદાર નેપાળી દંપતીને મોરબી એ ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લીધું હજુ એક આરોપી ફરાર

મોરબીમા પ્રસંગમાં ગયેલા પરિવારના રેઢા ઘરમાંથી મોટો દલ્લો ઉસેડીને મહારાષ્ટ્ર ભાગી ગયેલા ચોકીદાર નેપાળી દંપતીને મોરબી એ ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લીધું હજુ એક આરોપી ફરાર

મોરબી શહેરમા વૈભવનગર સોસાયટીમા આવેલ વૈભવ એપાર્ટમેન્ટના રહેણાંક ફલેટમાથી નેપાળી દંપતી કરેલી ચોરીનો ભેદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પ્રસંગમાં ગયેલા પરિવારના રેઢા ઘરમાંથી મોટો દલ્લો ઉસેડીને મહારાષ્ટ્ર ભાગી ગયેલા ચોકીદાર નેપાળી દંપતીને મોરબી પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લીધું હતું અને હજુ એક આરોપી ફરાર છે જેમામોરબી શનાળા રોડ વૈભવનગર સોસાયટીમા આવેલ વૈભવ એપાર્ટમેન્ટ બ્લોકનં.૫૦૧માં રહેતા કમલેશભાઇ નરશીભાઇ હુલાણી પોતાના પરિવાર સાથે પ્રસંગમાં બહારગામ ગયા હોય પાછળથી તેમના બંધ ફ્લેટમાંથી ગઇ તા.૨૩ એપ્રિલના રોજ એપાર્ટમેન્ટમા ચોકીદાર તરીકે નોકરી કરતા નેપાળી દંપતિ અને અન્ય એક શખ્સ મળી ત્રણેય જણાએ ફ્લેટની વેન્ટીલેશનની બારી ખોલી બાથરૂમ વાટે મકાનમા પ્રવેશ કરી રોકડ રૂપીયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.રૂ.૧૩,૨૪૦૦૦ની ચોરી કરી નાસી ગયાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here