માળીયામિયાણાના ખાખરેચી ગામના પાટિયા નજીક બંસી કારખાનાની સામે આર્મીની ગાડી પલ્ટી મારી ગઈ

માળીયામિયાણા
તા.૯ સપ્ટેમ્બર ૨૦૨૩
રિપોર્ટ : – ગોપાલ ઠાકોર

માળીયામિયાણાના ખાખરેચી ગામના પાટિયા નજીક બંસી કારખાનાની સામે આર્મીની ગાડી પલ્ટી મારી ગઈ

માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટિયા નજીક આવેલા બંસી કારખાનાની સામે ધાંગધ્રા આર્મી કેમ્પથી ભુજ આર્મી કેમ્પના કેનટીનનો સામાન ભરી જતા આર્મીના ટ્રક ચાલકે અચાનક કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટ્રક હાઈવે નીચે ઉતરી પાણી ભરેલા ખાડામાં પલ્ટી જતા તેમા‌ સવાર બે જવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી જેથી ટ્રકમાં ભરેલો આર્મીનો સામાન વેરવિખેર થઈ પાણીમાં પલળી જતા ઘટનાની જાણ આસપાસના કારખાનામાં કામ કરતા લોકોને થતા ઘટનાસ્થળે દોડી જઈને આર્મીનો સામાન બહાર કાઢવા કામે લાગ્યા હતા વધુમાં આ ઘટનાની જાણ માળીયા પોલીસને થતા ઘટનાસ્થળે દોડી ગયા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here