
માળીયામિંયાણાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર માળીયા પોલીસ ત્રાટકી મકાન માલીક સહીત આઠ જુગારી ઝડપાયા
૪૨° ડિગ્રી તાપમાં બાજી બગડી આઠેય પત્તાપ્રેમીઓને રૂ.૬૭ હજારથી વધુના મુદામાલ સાથે દબોચ્ચા
માળીયામિંયાણાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર માળીયા પોલીસ ત્રાટકી રૂ.૬૭.૭૦૦ના મુદામાલ સાથે આઠ જુગારી ઝડપાયા માળીયામિંયાણા પોલીસ મથકના પીઆઈ આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. ડી.કે.જાડેજાની સુચના મુજબ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સોલંકી અને મુમાભાઈ કલોત્રા સહીતના જુનાઘાટીલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સંયુક્ત રીતે બાતમી મળતા બાતમીના આધારે ખાખરેચી ગામે જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરતા રેડ દરમિયાન ૭ શખ્સો અને વધુ તપાસ કરતા મકાન માલીક મળીને કુલ-૦૮ શખ્સોની અટક કરી હતી જેમાં પકડાયેલા આરોપીઓમાં સુરેશભાઇ જગજીવનભાઈ પારેજીયા રહે.ખાખરેચી તા.માળીયા (મિં) જી.મોરબી દિનેશભાઇ લખમણભાઇ વરસડા રહે.અણીયારી તા.જી.મોરબી ચેતનભાઈ કાંતિલાલ પારેજીયા રહે. રવાપર ઘુનડા રોડ બાલાજી ફલેટ નં.૪ મોરબી મનસુખભાઇ મુળજીભાઇ હુલાણી રહે.ખાખરેચી તા.માળીયા (ર્મિ) જી.મોરબી પ્રવિણભાઇ પ્રભુભાઈ કાલરીયા રહે.રોહિશાળા તા.માળીયા (મિં), જી.મોરબી કમલેશભાઇ ભાણજીભાઈ માકાસણા રહે.ખાખરેચી તા.માળીયા (મિ) જી.મોરબી જીતુભાઇ ધીરજભાઈ પારેજીયા રહે.રવાપર રોડ ગજાનંદ સોસાયટી ફલેટ નં.૩૦૨ તા.જી.મોરબી જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા રહે.ખાખરેચી તા.માળીયા (મિં) જી.મોરબી વાળા તમામ જુગારીઓને દબોચી રોકડ રકમ રૂ.૬૭,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે