
માળીયા મિંયાણાના વવાણીયા ગામે હઝરત પીર સૈયદ હાજી અબ્બાસમીંયા બાપુ (ર.અ.) નો બીજો ઉર્ષમુબારક ધામધુમથી ઉજવાયો
ઉર્ષમુબારકના દિવસે વાજતે ગાજતે ચાદરશરીફનુ ઝુલુસ નીકળ્યુ સાંજે મગરીબની નમાઝ બાદ આમ ન્યાઝશરીફ રાખી રાત્રે કે.જી.એન ગૃપ દ્રારા નાતશરીફની ધુમમચાવી ઉર્ષની ઉજવણી કરવામા આવી હતી
માળીયા મિંયાણા તાલુકાના ખીરઈ ગામના રહીશ હઝરત પીર સૈયદ હાજી અબ્બાસમીંયા બાપુ (ર.અ.)નો બીજો ઉર્ષમુબારક વવાણીયા ગામે મોટાપીરની દરગાહના ગ્રાઉન્ડમા ધામધુમથી ઉજવાયો આ ઉર્ષમુબારકના ખુશીના દિવસે સાંજે વવાણીયા મસ્જીદથી વાજતે ગાજતે ચાદરશરીફનુ ઝુલુસ કાઢવામા આવ્યુ હતુ ત્યારબાદ સાંજે મગરીબની નમાઝ બાદ આમ ન્યાઝશરીફ રાખી રાત્રે રાજકોટનુ પ્રખ્યાત કે.જી.એન.ગૃપ દ્રારા નાતશરીફની રમઝટ બોલાવી ધામધુમથી ઉર્ષમુબારકની ઉજવણી કરવામા આવી હતી
ત્યારે આ ઉર્ષમુબારકના ખુશીના દિવસે વવાણીયા સુન્ની મુસ્લીમ જમાત સહિત ચાહકો અને મુરીદોએ આ ઉર્ષમા બહોળી સંખ્યામા હાજરી આપી હતી આ ઉર્ષમુબારકમા આયોજક સૈયદ ઈશાકમીંયા (ડાડાબાપુ) હાજી- હાજી અબ્બાસમીંયાબાપુ- સૈયદ હાજીઉમરમીંયાઅબ્બાસમીંયાબાપુ- સૈયદ હાજી રજાકમીંયા અબ્બાસમિંયાબાપુ- સૈયદ અલીમીંયા અબ્બાસમીંયાબાપુ- સૈયદ મહંમદમીંયા હાજી અબ્બાસમીંયાબાપુ સહિતના પીરે તરીકતોએ હાજરી આપી હતી