મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીત્રોડી ગામના આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયાનો છેડતી તથા બળાત્કારના કેશમાં નીર્દોષ છુટકારો

મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીત્રોડી ગામના આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયાનો છેડતી તથા બળાત્કારના કેશમાં નીર્દોષ છુટકારો

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચીત્રોડી ગામના તા. ૬/૬/૨૦૨૩ ના રોજ ફરીયાદીને ભોંગ બનનાર દિકરી ઉ.વ. ૧ર વર્ષ અને ૫ માસ વાળી ઉપર બળાત્કાર કરી ગુન્હો કરેલ હોવાના સંબંઘે આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયા રહે. ચીત્રોડી તા. હળવદ જી. મોરબી. વાળા સામે ભોગ બનનારના માતુશ્રીએ હળવદ પોલીસ સ્ટેશને સગીર ભોગબનનાર સાથે આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયા ચીત્રોડી ગામની વાડીમાં ભોગબનનારનો હાથ પકડી ઢસડીને ઓરડીમાં લઈ જઈ ઓરડીની રૂમનો દરવાજો બંઘ કરી ભાગ બનનાર સાથે બદકામ કરેલ હોવાની પોલીસ ફરીયાદ જાહેર કરતા હળવદ પોલીસે પાકસો એકટ ની કલમ ૪, ૫ (એલ), ૬, ૧૨ તથા આઈ. પી. સી. કલમ ૩૭૬ (ર) (૪) ૩૦૬ (૩), ૩૫૪ (એ), તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩ (૨) (વી એ) ૩ (૨) (વી), ૩ (૧) (ડબ્લ્યુ) (આઈ), મુજબનો ગુન્હો નોંધાતા પોલીસે આરોપીની ઘરપકડ કરી તપાસ કરી ચાર્જશીટ દાખલ કરતા સદર કેશ પોકસોના સ્પેશીયલ જજ શ્રી ડી. પી. મહીડા સાહેબની કોર્ટમા ચાલી જતા આરોપીને પોકસોના સ્પેશીયલ જજ શ્રી ડી. પી. મહીડા સાહેબે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપી રત્નાભાઈ ભીમાભાઈ ખરગીયાના તરફે વકીલશ્રી એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર (એડવોકેટ ) રોકાયેલા હતા. બચાવ પક્ષના વકીલ ની દલીલો માન્ય રાખી આરોપીને નીર્દોષ પોકસો કોર્ટ નો સ્પેશીયલ જજ સાહેબે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here